વિરોધ અને ચક્કાજામ કરાતાં ઝાલોદ તાલુકાને ટોલટેક્સમાંથી મુક્તિ
-દાહોદ તા.ઝાલોદ તાલુકામાં લીમડી વરોડના ટોલનાકા-દાહોદ તા.ઝાલોદ તાલુકામાં લીમડી વરોડના ટોલનાકા ખાતે પ્રચંડ વિરોધ અને ચક્કાજામ કરાયો
દાહોદ,ઝાલોદ તા.26 ફેબ્રુઆરી 2019 મંગળવાર
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં લીમડી વરોડ ખાતે આવેલ ટોલનાકાનો ઘણા લાંબા સમયથી ઝાલોદ નગર અને તાલુકાના લોકોનો ટોલ ટેક્સની મુક્તિ માટે વિરોધ કરતા હતો. અને વારંવાર રજૂઆતો કરતો કોઈ પરિણામ ન આવતાં આજે ચક્કાજામ સર્જ્યો હતો. જો કે આ વખતે લોકોનો મિજાજ પારખી જતાં ટોલનાકા પ્રશાસને ઝાલોદ તાલુકા વિસ્તારના લોકોને કાયમ માટે ટોલ ટેકસમાંથી મુક્તિ આપી હોવાનું જાણવા મળે છે.
ટોલનાકા પ્રશાસન છાસવારે ટેક્સ મુક્તિનું નાટક કરતા લોકોમાં ભારે ગુસ્સો
થોડા સમય પણ આ ટોલનાકા ખાતે ટોલટેક્સના મુદ્દે ચક્કાજામ સર્જાયા હતા. ટોલટેક્સનો પ્રચંડ વિરોધ કરાતાં બે દિવસ મુક્તિ અપાઈ હતી પરંતુ બે દિવસ બાદ ફરીથી ટોલ ટેક્સ લેવાનું ચાલુ કરતાં આ વિસ્તારના લોકો એ કાયમનો ઉકેલ લાવવા નિર્ધાર કર્યો હતો.
બાદ આજરોજ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, ગ્રામજનો વિગેરે દ્વારા આ ટોલનાકા ખાતે ચક્કાજામ કરાવામાં આવ્યો હતો આ બાદ ઝાલોદ તાલુકાના રહેવાસીઓ માટે ટોલમાંથી મુક્તિ પણ અપાઈ હોવાનુ જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના લીમડી વરોડ ખાતે આવેલ અને નવીન બનેલ ટોલનાકા ખાતે આવતા જતાં વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ વસુલ કરવામાં આવે છે. આ ટોલટેક્ષ ઝાલોદ, દાહોદના રોજીંદી મુસાફરી કરતા લોકોને ભરવો પડતો હોય છે. અગાઉ આ ટોલનાકાના વિરોધમાં સ્થાનિક ગ્રામજનો વિગેરે દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરી ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો ત્યારે એક-બે દિવસ માટે ટોલટેક્ષમાંથી મુક્તિ આપવામાં આવી હતી પરંતુ બાદમાં રાબેતા મુજબ ટેક્સ વસુલ કરવામાં આવતો હતો. આ જાઈ આજરોજ કોંગ્રેસના આગેવાનો,કાર્યકરો તેમજ ગ્રામજનો દ્વારા આજે ફરી આ ટોલનાકા ખાતે પહોંચી જઈ ચક્કાજામ કર્યો હતો. પરિસ્થિતિને પારખી જઈ ટોલનાકા પ્રશાસકોએ ઝાલોદ તાલુકાના રહેવાસીઓ માટે ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
જો કે ભવિષ્યમાં ટોલટેક્સ મુક્તિનો ભંગ કરાશે તો મોટું આંદોલન કરાશે તેવી આ વિસ્તારના લોકોએ ચિમકી ઉચ્ચારી હતી.
લોકોનો ભારે વિરોધ થતાં આખરે ટોલનાકા પ્રશાસને ઝૂકવું પડયું
ઝાલોદ,તા.૨૫
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં લીમડી વરોડ ખાતે આવેલા ટોલનાકા પર ટોલટેક્સનો ઘણા લાંબા સમયથી તાલુકા તેમજ ઝાલોદ નગરજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોઈ પરિણામ ન આવતાં ચક્કાજામ કરવામાં આવ્યુ હતું જે તે સમયે બે દિવસ માટે ટોલ મુક્તિ અપાઈ હતી ત્યાર બાદ ફરીથી ટોલટેક્સ લેવાનું શરૃ કરાંતા આ વિસ્તારના લોકો વિફર્યા હતા.
સોમવારના રોજ ફરીથી પ્રચંડ વિરોધ સાથે રાજકિય પક્ષો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહી ચક્કાજામ કર્યો તેથી ટોલનાકાના અધિકારીઓ અને પોલીસ અધિકારાઓને આ સ્થળે દોડી આવવાની ફરજ પડી હતી. આ સમયે કાયમી ઉકેલની માંગણી પર અડગ રહેતાં અંતે ટોલનાકા પ્રશાસનને ઝૂકવું પડયું હતું અને ટોલમુક્તિની જાહેરાત કરવી પડી હતી.
ટોલટેક્સની મુક્તિ માટે ટોલનાકા પરથી આઈ કાર્ડ આપવામાં આવશે
ઝાલોદ,તા.૨૫
ઝાલોદ તાલુકાના વરોડ ગામે નેશનલ હાઈવે પર આવેલા ટોલનાકા ખાતે ઝાલોદ તાલુકા વિસ્તારના લોકોને જિલ્લા કક્ષાએ કે નજીકના ગામોમાં જવા માટે કે નોકરી- ધંધા માટે આ હાઈવેનો ઉપયોગ વારંવાર કરવો પડતો હોવાથી આ વિસ્તારના રહીશો છાસવારે ટોલટેક્સ ભરવાનું પરવડતું ન હોવાને કારણે ટોલનાકા પર વારંવાર સંઘર્ષ થતો હતો. તેથી ઝાલોદ તાલુકાના લોકોએ ટોલમુક્તિ અંગે વારંવાર રજુઆત કરી હોવા છતાં કોઈ પરિણામ ન આવતાં સોમવારે ચક્કાજામ કરાતાં છેવટે ટોલનાકા પ્રશાસને ઝાલોદ તાલુકાના નાના મોટા તમામ વાહનનો ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી હતી. આ અંગે વાહ માલિકોએ આધાર કાર્ડ તથા વાહનની આરસી બુક ટોલ બુથ ઉપર રજૂ કરતાં ટોલમુક્તિ માટે આઈ કાર્ડ આપવામાં આવશે તે મુજબનું સમાધાન થતાં ચક્કાજામ પાછો ખેચાયો હતો.
adsfdsf