Get The App

દાહોદમાં ગુમશુદા યુવકની લાશ છાબ તળાવમાં ભેદી સંજોગોમાં મળી

-આત્મહત્યા કરી કે હત્યા કરી લાશ તળાવમાં ફેંકી દેવાઈઃચાર દિવસથી લાપત્તા હતો

Updated: Jan 17th, 2019

GS TEAM

Google News
Google News

દાહોદ તા.૧૭ જાન્યુઆરી 2019 ગુરૂવારદાહોદમાં ગુમશુદા યુવકની લાશ   છાબ તળાવમાં ભેદી સંજોગોમાં મળી 1 - image

દાહોદ શહેરમાં ચાર દિવસ પહેલા શહેરમાં જ રહેતો અને નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,દાહોદમાં બી.એસ.સી.માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી ગુમ થયો હતો. આ ઘટના બાદ પરિવારજનો દ્વારા ભારે શોધખોળ બાદ પણ આ યુવકનો પત્તો લાગ્યો ન હતો અને આખરે આજે આ યુવકની લાશ દાહોદ શહેરના છાબ તળાવમાંથી પાણીમાં તરતી મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. 

આ બાબતની જાણ પોલીસ તેમજ નગરપાલિકા તંત્રને થતાં તમામ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક વિદ્યાર્થીની લાશ તળાવના પાણીમાંથી કાઢી પીએમ અર્થે મોકલી આપ્યાનું જાણવા મળે છે ત્યારે બીજી તરફ આ ઘટનાને પગલે પંથકમાં તરહે તરહેની ચર્ચાઓ પણ જાર પકડ્યુ છે અને શુ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરી લાશને તળાવમાં ફેંકી દેવામાં આવી? જેવા અનેક પ્રશ્નો શહેરવાસીઓના મનમાં ઉદ્‌ભવવા પામ્યા છે ત્યારે આ ઘટનાની સઘળી હકીકત શું છે તે તો પોલીસ તપાસ અને પીએમ રીપોર્ટમાં સામે આવે તેમ છે.

દાહોદ શહેરના આદિવાસી સોસાયટીના પટેલ ફળિયામાં રહેતો જીમ્મી મહેશભાઈ બામણીયા  જે નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,દાહોદમાં બીએસ.સી.માં અભ્યાસ કરતો હતો અને આજથી ચાર દિવસ પહેલા ગુમ થયો હતો. ગુમ થયા બાદ પરિવારજનો દ્વારા સગાસંબંધીઓ સહિત મિત્ર વર્ગમાં તપાસ કર્યા છતાંય આ યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો ત્યારે આજે વહેલી સવારે આ યુવકની લાશ દાહોદ શહેરના છાબ તળાવના પાણીમાં તરતી લાશ નજરે પડતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને આ બાબતની જાણ પરિવારજનો સહિત પોલીસ તેમજ નગરપાલિકાને કરવામાં આવતા તમામ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારજનો દ્વારા આ આ યુવકની ખાત્રી કરી પોતાનુ જ બાળક હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ બાદ પોલીસ તેમજ ફાયર બ્રિગેડની મદદથી આ યુવકના મૃતદેહને છાબ તળાવના પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને મૃતદેહને નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી આપી પોલીસે તપાસ હાથ ધરી છે બીજી બાજુ આ ઘટનાને પગલે નગરવાસીઓમાં અનેક ચર્ચાઓ થવા પામી છે અને શુ યુવકે આત્મહત્યા કરી? અને જા આત્મહત્યા કરી તો કયા કારણોસર કરી? અને શુ આ યુવકની કોઈકે હત્યા કરી લાશને તળાવમાં ફેંકી દેવામાં આવી? જેવા અનેક પ્રશ્નો હાલ લોકોના મનમાં ઘર કરી બેસ્યુ છે ત્યારે આ ઘટનાની સઘળી હકીકત શુ છે તે તો પોલીસ તપાસમાં જ બહાર આવે તેવી શક્યતાઓ રહેલી છે.

Tags :