મીરાખેડી ગામ પાસે કાર અને બાઇકના અકસ્માતમાં દંપતી પૈકી પતિનું મોત
દાહોદ તા.1 ડિસેમ્બર 2019 રવિવાર
ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે એક ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે હંકારી લાવી બાઇક પર સવાર થઈ પસાર થઈ રહેલા એક દંપતિને અડફેટે લેતા દંપતિ જમીન પર ફંગોળાયુ હતુ .જેને પગલે પતિને શરીરે ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતુ જ્યારે પત્નિને શરીરે ગંભીર ઈજા ે થતાં તે હાલ સારવાર હેઠળ છે.
ઝાલોદ તાલુકાના દાંતીયા ગામે મેડા ફળિયામાં રહેતા અમીચંદ ટીટાભાઈ કટારા અને તેમની પત્નિ રેખાબેન અમીચંદ કટારા એમ બંન્ને પતિ, પત્નિ એક બાઇક પર સવાર થઈ ગત તા.૩૦ ના રોજ ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામેથી પસાર થઈ રહ્યા હતા .
તે સમયે એક ગાડીના ચાલકે પુરઝડપે હંકારી લઈ આવી અમીચંદની બાઇકને અડફેટે લઇ ટક્કર મારી પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી સ્થળ પર મુકી નાસી ગયો હતો. બાઇક પરથી ફંગોળાયેલા દંપતિ પૈકી અમીચંદને શરીરે ગંભીર ઈજા થતાં તેમનુ મોત નીપજ્યું હતુ જ્યારે તેમની પત્નિ રેખાબેન શરીરે ગંભીર ઈજા થતા તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સંબંધે ઝાલોદ તાલુકાના દાંતીયા ગામે મેડા ફળિયામાં રહેતા દિનેશભાઈ ટીટાભાઈ કટારાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.