ઝાલોદના મીરાખેડી ગામે જીપની એડફેટે બે વ્યક્તિના મોત
-અકસ્માત સ્થળે જીપ મુકીને ચાલક ફરાર
દાહોદ તા.19 ઓગષ્ટ 2019 સાેમવાર
ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે ચાલકે જીપને પુરઝડપે હંકારી રસ્તે ચાલતા જતા બે વ્યક્તિઓને અડફેટમાં લેતાં બન્નેને શરીરે,હાથે પગે તેમજ માથાના ભાગે જીવલેણ ઈજા થતાં બન્નેના મોત નીપજ્યા હતા.
ઝાલોદ તાલુકાના લીલવાઠાકોર ગામે બારીયા ફળિયામાં રહેતા સંજયભાઈ રેશમલભાઈ મુનીયા અને નાથુભાઈ રમસુભાઈ મુનીયા એમ બંન્ને જણા ગત તા.૧૮. ૮.૨૦૧૯ ના રોજ ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. દરમિયાન જીપના ચાલકે જીપને પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી સંજયભાઈ રેશમલભાઈ મુનીયા અને નાથુભાઈ રમસુભાઈ મુનીયાને અડફેટમાં લઈ જાશભેર ટક્કર મારી પોતાના કબજાની જીપ સ્થળ પર મુકી નાસી જતાં સંજયભાઈ રેશમલભાઈ મુનીયા અને નાથુભાઈ રમસુભાઈ મુનીયાને શરીરે ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતુ.આ સંબંધે લીમડી પોલિસ મથકે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.