લીમખેડાના વરેટા ગામે કારની અડફેટે સગીરનું મોત
લીમખેડા તા.19 માર્ચ 2020 ગુરૂવાર
લીમખેડા તાલુકાના વટેડા ગામ પાસે હાઈવે રસ્તા ઉપર ગઇકાલે બપોરે રસ્તાની બાજુમાં પશુ ચરાવી રહેલા 14 વર્ષીય સગીરનું કારની અડફેટમાં થયેલી ગંભીર ઈજાથી ઘટના સ્થળ પર મોત નીપજયું હતું .
લીમખેડા તાલુકામાં આવેલા વટેડા ગામના નરેશ પ્રતાપ ભાભોર ઉંમર વર્ષ 14 ગઈકાલે બપોરે હાઈવે રસ્તાની નજીકમા આવેલી જંગલ ખાતાની જમીન પાસે રસ્તાની બાજુમાં બકરા ચરાવતો હતો .તે દરમિયાન બપોરે દાહોદ તરફથી પુરપાટ વેગે દોડતી એક વર્મા બ્રિઝા ગાડીની અડફેટ વાગતા નરેશ ભાભોર ફંગોળાઈને રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં પડી ગયો હતો.આ સાથે ગાડી ખાડામાં ઉતરી ગઈ હતી સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં નરેશ પ્રતાપ ભાભોરનું શરીરે થયેલી ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું।
આ બનાવ સંદર્ભે વટેડા ગામના જોર સિંગ પ્રતાપ ભાભોરે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.