માંડવા ગામે લાકડા વીણવા ગયેલી મહિલા ઉપર રીંછનો હુમલો
-ઇજાગ્રસ્ત મહિલા સારવાર હઠળઃજંગલ ખતાની ટીમ દ્વારા તપાસ આરંભી
દાહોદ તા.10 જૂન 2019 સાેમવાર
દેવગઢ બારીઆ તાલુકાના માંડવ ગામે આજરોજ જંગલમાં લાકડા વીણવા ગયેલી એક મહિલા ઉપર રીંછે હુમલો કરતાં મહિલાને શરીરે રીંછે બચકા ભરતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડઇ છે.
દેવગઢ બારીઆ તાલુકાના માંડવ ગામે ગામમાં જ રહેતી એક મહિલા આજરોજ વહેલી સવાર નજીકમાં આવેલ જંગલમાં લાકડા વિણવા ગઈ હતી.
લાકડા વિણતા સમયે અચાનક એક રીંછે મહિલા ઉપર હુમલો કરતા મહિલાના શરીરે રીંછે બચકા ભરી ગંભીર ઈજા પહોંચાડી હતી.
મહિલાએ બુમાબુમ કરી મુકા આજુબાજુના સ્થાનીકો દોડી આવ્યા હતા.તે સમયે લોકાનુ ટોળુ જોઈ રીંછ જંગલ તરફ પરત નાસી છુટયો હતો. ઈજાગ્રસ્ત મહિલાને સ્થાનીકો દ્વારા નજીકની સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાઇ હતી.
આ ઘટનાની જાણ જંગલ વિભાગને થતાં તેઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને માહિતી મેળવી જંગલ ખાતાની એક ટીમે જંગલ તરફ તપાસ હાથ ધરી છે.