Get The App

દાહોદ રેલવે સ્ટેશન પર મળેલી બીનવારસી બેગમાંથી દારૂની 35 નંગ બોટલો નીકળી

- મુસાફરો અને સ્ટાફની પોલીસ દ્વારા પુછપરછ

Updated: Jan 10th, 2019

GS TEAM

Google News
Google News

દાહોદ,તા.10 જાન્યુઆરી 2019 ગુરૂવારદાહોદ રેલવે સ્ટેશન પર મળેલી બીનવારસી   બેગમાંથી દારૂની 35 નંગ બોટલો નીકળી 1 - image

દાહોદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ર-૩ના બ્રીજની પાસે મધરાતે એક કાળા કલરની બેગ બીનવારસી હાલતમાં રેલ્વે પોલીસને શંકાસ્પદ હાલતમાં મળી આવતા તે બેગમાં તલાસી લઈ બેગમાંથી રોયલ સ્ટેજ વ્હીસ્કીની ૭પ૦ મીલીની બોટલ નં.૩પ મળી આવતા પોલીસે કબ્જે લઈ ગુજરાત રેલ્વે પોલીસને સુપરત કર્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગત મધરાત બાદ ફરજ પરના એએનઆઈ સુરેશ જાટ અપરાધ નિવારણ શાખાના કોન્સ્ટેબલ હરીરામ, તથા મનોજકુમાર દાહોદ રેલ્વે સ્ટેશન પર પ્લેટ ફોર્મ નંબર બે તથા ત્રણ પર પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પ્લેટ ફોર્મ નંબર બે-ત્રણના બ્રીજની પાસે એક કાળા કલરની બેગ બીનવારસી હાલતમાં પડેલી પોલીસની નજરે પડતા આ શંકાસ્પદ બેગ કોની છે તે માટે આજુબાજુ બેઠેલા પેસેંજરોને પુછતા તેઓએ તે બેગ પોતાની નથી તેમ જણાવ્યુ હતુ. જેથી રેલ્વે પોલીસે શંકાસ્પદ જણાતી કાળા કલરની બેગ ખોલીને જાતાં જ બેગમાં ભરેલ વિદેશી દારૂની બોટલો જાઈ રેલ્વે પોલીસ ચોકી ઉઠી હતી. અને રેલ્વે પોલીસે કાળા કલરની શંકાસ્પદ બેગમાંથી રોયલસ્ટેજ બ્રાન્ડના લેબલવાળી ૭પ૦ મીલીની સીલ બંધ પેકીંગવાળી કાચની બોટલ નં.૩પ મળી આવતા તે દારૂની બોટલ ભરેલ બેગ જપ્ત કરી કબ્જે લઈ સદર બેગ કોની હતી ? કોણ લાવ્યું હતુ ? ક્યાંથી લાવીને ક્યાં લઈ જવાની હતી. તે બાબતોની તપાસ કરી આગળની કાર્યવાહી કરવા માટે સદર વિદેશી દારૂની બોટલ ભરેલ બેગ ગુજરાત રેલ્વે પોલીસને સુપરત કરી છે.

Tags :