લીમખેડાની બેંકના ફિલ્ડઓફિસરને લુંટી ત્રણ લુંટારૃ ગાયબ
આંબાકાચ-પીપોદરા રોડ પરનો બનાવઃબાઈક,દસ્તાવેજો,રોકડા ,બે લેપટોપની લુંટ
દાહોદ તા.૨૭,સપ્ટેમ્બર,2018,ગુરૃવાર

પોતાની બાઇક પર લીમખેડા જવા નીકળેલા સ્મોલ ફાઇનાન્સ બેંન્કના લીમખેડાના ફીલ્ડ ઓફીસરને લીમખેડા તાલુકાના આંબાકાચ ગામે રસ્તામાં પીપોદરા ગામે જવાના પગદંડી રસ્તા પર ત્રણ અજાણ્યા ૨૫ થી ૩૦ વર્ષની ઉંમરના લુંટારુંઓએ ધક્કો મારી રોડ પર પાડી દઇ બેન્ક લોનની રીકવરીના એકઠાં કરેલાં નાણાં રોકડ રૂપિયા ૧,૦૯,૦૯૦,-મોટર સાયકલ,બે ટેબલેટ તથા બેન્ક લોનને લગતા દસ્તાવેજા વગેરે મળી રૂપિયા ૧,૨૯,૦૯૦-ની મત્તા લુંટી લઇ લુંટારુઓ નાસી ગયાનું જાણવા મળેલ છે.
પંચમહાલ જિલ્લાના મહેલાણા ગામના મૂળ રહેવાસી અને હાલ લીમખેડા ખાતેની ક્રીનકેટ સ્મોલ ફાઇનાનાસ બેન્કમાં ફીલ્ડ ઓફીસર તરીકે ફરજ બજાવતા લાલસિંહ પર્વતસિંહ ખાંટ ગઇ કાલે બપોરના બાર વાગ્યાના સુમારે બોન્કલોનની રિકવરીના નાણાં એકઠા કરવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નીકળ્યા હતા અને બેન્ક લોનના નાણાં એકઠાં કરી પરત લીમખેડા તરફ આવવા પોતાની બાઇક પર નીકળ્યા હતાં તે દરમ્યાન રસ્તામાં ધાનપુર તાલુકાના આંબાકાચ ગામે પીપોદરા ગામે જવાના રસ્તા પર લુંટના મક્કમ ઇરાદે ઉભેલા આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉંમરના ત્રણ અજાણ્યા લુંટારુઓએ રોડ પર આવી ફાઇનાન્સ બેન્કના ફીન્ડ ઓફીસર લાલસિંહ પર્વતસિંહ ખાંટને જારથી ધક્કો મારી બાઇક સાથે રોડ પર પાડીદઇ લુંટારુઓએ લાલસિંહ ખાંટ પાસેથી લોન રિકવરીના રોકડ રૂપિયા ૧,૦૯,૦૯૦-બેન્ક તરફથી ફાળવેલ રૂપિયા ૧૦,૦૦૦-ની કુલ કિંમતના બે ટેબલેટ તથા બેન્ક લોનને લગતા દસ્તાવેજા ભરેલ થેલો તથા મોટર સાયકલ સહીત રૂપિયા ૧,૨૯,૦૯૦-ની મત્તા લુંટી લુંટારુઓ નાસી ગયા હતા.
આ સંબંધે લીમખેડાની ફીનકેર સ્મોલ ફાઇનાન્સ બેન્કના ફીન્ડ ઓફીસર લાલસિંહ પર્વતસિંહ ખાંટએ ધાનપુર પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભેર્ લુંટનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.