ટ્રેન પસાર થઈ ત્યાં સુધી લોકોએ મહિલાને પ્લેટફોર્મ તરફ ખેંચી રાખી
દાહોદ રેલવે સ્ટેશન પરનો બનાવઃપ્લેટફોર્મ અને ચાલુ ટ્રેનની વચ્ચે ફસાયેલી મહિલાનો બચાવ
દાહોદ તા.૧૦ જાન્યુઆરી 2019 ગુરૂવાર
દાહોદ શહેરના રેલ્વે પ્લેટફોર્મ ઉપર આજે વહેલી સવારે અવંતિકા એક્સપ્રેસ સ્ટેશને આવતી ચાલુ ગાડીએ એક મહિલા ઉતરવા જતાં પડી ગઈ હતી અને પ્લેટફોર્મ અને ચાલુ ટ્રેનની વચ્ચે આવી ગઈ હતી. આ જાતા જ રેલ્વે પોલીસ કર્મચારીઓ સહિત સ્થાનીક મુસાફરો દોડી ગયા હતા અને મહિલાને હેમખેમ બહાર કાઢી સૌ હાશકારો લીધો હતો અને દુર્ઘટના બનતી અટકી હતી.
ગાડી નંબર ૧૨૯૬૧ અવંતિકા એક્સપ્રેસ દાહોદ સ્ટેશન ખાતે આજરોજ સવારે ૩.૪૫ કલાકે પહોંચી હતી તે સમયે એક મહિલા મુસાફર આ ટ્રેનના એસ ૨ કોચથી ચાલુ ટ્રેને ઉતરવા જતી હતી તે જ સમયે પ્લેટફોર્મ પર ટ્રેનની વિપરીત ગતિથી ઉતરવા જતાં મહિલા પ્લેટ ફોર્મ અને ટ્રેનની વચ્ચે આવી ગઈ હતી. આ જાતા જ પ્લેટફોર્મ પર બંદોબસ્તમાં ઉભેલ રેલ્વે પોલીસ કર્મચારી સ્થળ પર દોડી ગયા હતા અને સ્થાનીક મુસાફરો પણ આ જાઈ દોડી જતા મહિલા મહિલાને પ્ટેલફોર્મ તરફ ખેંચી રાખી હતી અને જ્યાર સુધી ટ્રેન પસાર ન થઈ ત્યા સુધી ઉપÂસ્થત સૌ કોઈએ મહિલાને પકડી રાખતા મહિલાની આબાદ બચાવ થયો હતો. મહિલાને શરીરે સદનસીબેન કોઈ ઈજા થવા પામી ન હતી. આ બાદ મહિલાનુ નામઠામ પુછતા લીલાબેન દિલીપકુમાર જણાવ્યુ હતુ અને મહિલા દાહોદની જ રહેવાસી હતી. આમ, સ્થાનીક મુસાફરો અને રેલ્વે પોલીસની સતર્કતાને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો.