કેલીયા ગામે મકાન માલિકને માર મારી 6 લૂંટારૂ લૂંટ ચલાવી ફરાર
-રૂ. ૩૩ હજારની મત્તાની ચોરી
દાહોદ તા.13 જાન્યુઆરી 2020 સાેમવાર
દેવગઢ બારીઆ તાલુકાના કેલીયા ગામે એક રહેણાંક મકાનમાં અજાણ્યા છ જેટલા મારક હથિયારા સાથે લૂંટના ઈરાદે આવેલા લુંટારૃઓએ ઘરધણીને માર મારી રોકડા તેમજ ચાંદીના દાગીના મળી કુલ રૂ.33,850 ની લુંટ ચલાવી નાસી ગયા હતા.
દેવગઢ બારીઆ તાલુકાના કેલીયા ગામે ભે ફળિયામાં રહેતા અજમેલભાઈ સબુરભાઈ પટેલ ગત તા.૧૨ ના રાજે પોતાના ઘરે હાજર હતા. તે સમયે અજાણ્યા છ જેટલા લુંટારૃઓ મોઢે રૃમાલ બાંધી મારક હથિયારો સાથે ધસી આવ્યા હતા અને અજમેલભાઈને લોખંડની પાઈપ વડે માર મારી શરીરે ઈજા પહોંચાડી હતી અને ડ્રોવરમાં મુકી રાખેલ રોકડા રૂ.25,350 , એક મોબાઈલ ફોન ચાંદીના છડા કિંમત રૂ.3૦૦૦, ચાંદીનુ મંગળસુત્ર રૂ.3,૦૦૦ ચાંદીનો છડો કિંમત રૂ.2,૦૦૦ મળી કુલ રૂ.33,850 ની મત્તાની લૂંટ ચલાવી લુંટારૂઓ નાસી ગયા હતા.
આ સંબંધે લૂંટનો ભોગ બનેલા અજમેલભાઈ સબુરભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.