દાહોદ: કતવારા ગામે મકાનમાં બકોરૂ પાડી રૂ. 34 હજારની ચોરી
દાહોદ તા.18 માર્ચ 2020 બુધવાર
દાહોદ તાલુકાના કતવારા ગામે એક મકાનમાં રાત્રે ચોર ઘરમાં બાકોરૂ પાડી પ્રવેશ કરી ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ.34,૦૦૦ ની ચોરી કરી નાસી ગયા હતા.
દાહોદ તાલુકાના કતવારા ગામે વાડી ફળિયામાં રહેતા સુમિત્રાબેન લાલચંદભાઈ હઠીલાના મકાનમાં ગત તા.૧૬મી માર્ચે રાત્રે તસ્કરોએ પોતાનો કસબ અજમાવી મકાનમાં બાકોરૃ પાડી અંદર પ્રવેશ કર્યો હતો .અંદરથી ચાંદીના દાગીના તથા રોકડા રૃપીયા મળી કુલ રૂ.34,૦૦૦ની ચોરી કરી લઈ નાસી ગયા હતા.
આ સંબંધે સુમિત્રાબેન લાલચંદભાઈ હઠીલાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.