કતવારા ગામ પાસે કારની અડફેટે બાઈક ચાલકનું મોત
દાહોદ તા.18 જાન્યુઆરી 2020, શનિવાર
દાહોદથી ઇન્દોર હાઇવે કતવારા ગામ નજીક ગોધરા તરફથી પુરઝડપે આવતી એક ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજયું હતું.
ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર કતવારા ગામ પાસે એક બાઇક ચાલક પોતાની બાઈક લઇ પસાર થઈ રહ્યો હતો.તે સમયે ગોધરા તરફથી પુરઝડપે આવતી ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર યુવક જમીન પર પટકાતા તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું .
જો કે ઘટના બાદ આસપાસ ભેગા થયેલા લોકોના ટોળાએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી ગઈ મૃતકના શબને કબજે લઇ પીએમ અર્થે મોકલી દીધો હતો.કતવારા સાથે બાઇકને અડફેટે લેનાર ઈનોવા કાર પર ડેપ્યુટી કલેક્ટર એસ.ડી.એમ લખેલી નેમપ્લેટ જોવા મળતા આ કાર કોઈ અધિકારીની હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે કારમાં ખરેખર કોઈ અધિકારીની છે કે નહી? અકસ્માત સમયે અધિકારી કારમાં હાજર હતા કે નહી તે તમામ વિષય પર તપાસમાં જોતરાઈ ગઈ છે.