Get The App

કતવારા ગામ પાસે દારૂ સાથે ઝડપાયેલા શખ્સની જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર

Updated: Jul 9th, 2019

GS TEAM

Google News
Google News
કતવારા ગામ પાસે  દારૂ સાથે ઝડપાયેલા શખ્સની જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર 1 - image

દાહોદ તા.9 જુલાઇ 2019 મંગળવાર

દાહોદ તાલુકાના કતવારા ગામે કેટલાક દિવસો પૂર્વે પોલિસે કુલ રૃ.૨,૧૩,૮૪૦ નો  વિદેશી દારૃના જથ્થા સાથે ડ્રાઈવરની અટક કરી હતી . બીજા શખ્સો ફરાર હતા. આ બાદ ડ્રાઈવરની દાહોદ સેશન્સ કોર્ટે જામીન નામંજુર કર્યા બાદ આજરોજ   કેસમાં સંડોવાયેલા બીજા એક શખ્સોને  કોર્ટમાં રજુ કરતા   કેસનો મુખ્ય શખ્સની પણ દાહોદ સેશન્સ કોર્ટે જામીન નામંજુર કરતો હુકમ કરતા કોર્ટ સંકુલમાં સન્નાટો છવાઈ ગયો હતો.

 દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના કતવારા ગામની પોલિસ ચોકીની હદમાંથી પોલિસે એક ટ્રકમાંથી કુલ રૃ.૨,૧૩,૮૪૦ની કિંમતનો જંગી જથ્થા સાથે ટ્રકના ડ્રાઈવરની અટક કરી હતી. ટ્રકના ડ્રાઈવરે આ બાબતે કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે ટ્રકના ડ્રાઈવરની જામીન નામંજુર કરી હતી. આ બાદ પોલિસે  કેસમાં સંડોવાયેલા જયનભાઈ સાયરભાઈ માવી(રહે.ગલાલીયાવાડ, નદી ફળિયુ, તા.જિ.દાહોદ)ની અટક કરી હતી. 

જેને આજરોજ દાહોદની સેસન્સ કોર્ટમાં રજુ કર્યો હતો.  આ દરમ્યાન કોર્ટમાં બંન્ને વકીલોની દલીલોને ધ્યાને રાખી સેસન્શ કોર્ટના જજે આપેલા ચુકાદા મુજબ  દાહોદ જિલ્લા રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીને આવેલો જિલ્લો છે. આ જિલ્લામાં ઈગ્લીંશ દારૃની હેરાફેરીનો ગેરકાયેદેનો ધંધો ખુબ જ મોટા પાયે ચાલી રહે છે. જો આવા જંગી ઈગ્લીંશ દારૃના જંગી જથ્થાના ગુનામાં સંડેવાયેલા ઉપરોક્ત શખ્સને જામીન મુક્ત કરી દેવામાં આવે તો આવા ગેરકાયેદે ધંધો   કરતાં શખ્શોને પ્રોત્સાહન મળે તેમ છે .સમાજ ઉપર તેની વિપરીત અસર થાય તેમ છે. આ ગુનાની તપાસ ઘનિષ્ટ તબક્કામાં છે. 

આમ, તમામ પાસાઓને ધ્યાને રાખી દાહોદ સેશન્સ કોર્ટના જજે ઉપરોક્ત શખ્શોના જામીન નામંજુર કર્યા હતા.  

Tags :