ફતેપુરાના જવેસી ગામે ખેતરના શેઢા બાબતે મારામારી
દાહોદ, તા. 28 જુલાઇ 2019, રવિવાર
ફતેપુરા તાલુકાના જવેસી ગામે ખેતરમાં શેઢાપાળી બાબતે થયેલ ઝઘડામાં બે જેટલા ઈસમોએ બે વ્યક્તિઓને પથ્થરો વડે તેમજ ગડદાપાટુુનો માર માર્યો હતો.
ફતેપુરા તાલુકાના જવેસી ગામે જળગામ ફળિયામાં રહેતા દિનેશભાઈ ભુરાભાઈ વગેલા તથા શેલૈષભાઈ સોમાભાઈનાઓએ પોતાના જ ફળિયામાં રહેતા દલસીંગભાઈ છગનભાઈ વગેલા અને સુરસીંગભાઈ છગનભાઈ વગેલા પાસે જઈ કહેલ કે, કાલે તમો શેઢાપાળી માટે કેમ બુમાબુમ કરતા હતા.
આ સાંભળી દલસીંગભાઈ અને સુરસીંગભાઈ એમ બંન્ને જણા એકદમ ઉશ્કેરાઈ જઈ છુટ્ટા પથ્થરો વડે તેમજ ે માર મારી દિનેશભાઈ અને શૈલેષભાઈને શરીરે ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે દિનેશભાઈ ભુરાભાઈ વગેલાએ સુખસર પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે તપાસ હાથ ધરી છે.