સંજેલીમાં શોર્ટ સર્કિટથી ઇલેકટ્રોનિક્સની દુકાનમાં ભીષણ આગ
સ્થાનિક ફાયર ફાઇટર વસાવવા ઉગ્ર માગ
સંજેલી,તા.29 સપ્ટેમ્બર, 2018, શનિવાર
દાહોદ જિલ્લાના સંજેલી ખાતે પોસ્ટ ઓફિસ સામે આવેલી એક ઇલેકટ્રોનિક્સ શોરૃમમાં શોર્ટસર્કિટના કારણે ૨૭મી અને ગુરૃવારે સવારે અચાનક શોટસર્કિટથી આગ લાગતા દુકાનમાં રહેલા ટીવી, ફ્રીજ, વોશીંગમશીન જેવી કિંમતી વસ્તુઓ આગની લપેટમાં ખાક થઇ ગઇ હતી.
સંજેલી નગર વહેલી સવાર પોસ્ટ ઓફિસ પાસે આવેલા શો રૂમમાં આગ લાગવાના કારણે ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. બીજામાળે રહેતા દુકાનમાલીક અજીજભાઇ વહોરા તથા મોઇઝભાઇ વહોરા પરિવારના લોકો ધુમાડામાં સપડાઇ જતા આસપાસનાં લોકો તેમને બચાવી લીધા ટયુશન ક્લાસમાં આવેલા નાના ગામડાના ૧૫ બાળકો પણ બાજુના મકાનની બારીમાંથી બહાર કાઢીને બચાવી લેવામાં આવ્યા હતા
ઝાલોદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા થોડીજ વારમાં ફાયર ફાઇટરો દોડી આવ્યા હતા. આગ એટલી ભયાનક ફેલાઇ હતી કે , દરેક ચીજવસ્તુઓ ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હતું. આસપાસના લોકોએ સ્થાનિક ટેંકરોની મદદથી આગપર કાબુ મેળવી લીધો હતો. બનાવની જાણ થતા જ સંજેલી તાલુકાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા
સંજેલી પંચાયતના તલાટી પંચાયત સભ્યો સરપંચ આગેવાનો આવી પહોંચ્યા હતા. દુકાન બંધ હોવાથી જે શોર્ટસર્કિટ થયા તેની કોઈ ખબર પડી નહી ધુમાડા ઉપનામાળે અને બહાર દેખાયા ત્યારે નીચે આવેલી દુકાનમાં આગ ચારેબાજુ પ્રસરી ગઈ હતી.