Get The App

દાહોદના રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવેલા દીપડાનું દિલધડક રેસ્કયૂ

- રેસ્ક્યૂ કર્મીઓએ દીપડા સાથે બાથ ભીડી

- બે મહિલા અને રેસ્ક્યૂ કર્મી સહિત સાતને ઈજા : દીપડાને બેભાન કરી ઝડપી પાડી રામપુરના જંગલોમાં લઈ ખસેડાયો

Updated: May 23rd, 2020

GS TEAM

Google News
Google News
દાહોદના રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવેલા દીપડાનું દિલધડક રેસ્કયૂ 1 - image


દાહોદ, તા. 23 મે 2020, શનિવાર

દાહોદ શહેરમાં સવારે રહેણાંક સોસાયટીમાં દીપડો ઘુસી જતા નાગરવાસીઓમાં ભયની સાથે ખળભળાટ સાથે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. દીપડો આવ્યાની જાણ વાયુવેગે નગરમાં પ્રસરતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા. આ ઘટનાનામાં બે મહિલા સહીત સાત  વ્યક્તિઓને દીપડાએ બચકાં ભરી લેતા તેઓને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 6 કલાક કરતાં પણ વધુ ચાલેલા રેશ્ક્યૂ ઓપરેશનમાં  દિલધડક દ્રશ્યો સર્જાયા હતા. આખરે દિપડાને પાંજરે પુરવામાં સફળતા મળતાં લોકોએ રાહતનો દમ લીધો હતો.

અફાટ વનરાજી તેમજ ગાઢ જંગલોથી ઘેરાયેલો એવા આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ શહેરમાં પ્રવેશતાની સાથે પ્રસંગ પાર્ટી પ્લોટ પાસે એક મહિલા પર હુમલો કરી દાહોદના મંડાવરોડ પર સ્થિત અગ્રવાલ સોસાયટીના રહેવાસી કમલેશ અગ્રવાલના ઘરમાં ખોરાકની શોધમાં આવી ચઢયો હતો.જોકે રસ્તામાં એક મહિલા પર હુમલો કરી ઘરના આગણમાં આવી જતા અગ્રવાલ સોસાયટીમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.

જ્યારે ગભરાયેલો દીપડો કારની નીચે છુપાઈ જતા સ્થાનિકોએ વનવિભાગ સહીત પોલિસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.જ્યારે દીપડો ત્યાંથી ભાગી મંડાવરોડ પર આવી વિજય માળીની ફ્ટની લારીવાળા પર હુમલો કરી એક મકાનની પાણીની ટાંકી પાસે છુપાઈ જતા ફરી રેસ્ક્યુ હાથ ધરાય તે પહેલા મંડાવ રોડ પર સ્થિત માલીનો ડેલો (તબેલા)માં ઘુસી ગયો હતો.

ઘટના શટલની આજુબાજુમાં પોલીસતંત્ર દ્વારા કિલ્લ્લે બંધી સર્જવામાં આવી છે. તો જે વિસ્તારમાં દીપડો ભરાયો છે તે વિસ્તારના ધાબા, ગેલેરી તથા ગલીઓના નાકે મોટી સંખ્યામાં કુતુહુલવશ લોકટોળા ઉમટયા હતા ત્યાર બાદ આ દિપડો શશીધન ડે સ્કુલના સ્વીમીંગ પુલની પાસે આવેલ ઝાડ પર ચઢી બેસી ગયો હતો.  જંગલખાતાની ટીમ સહિતની ટીમો સહિત પ્રકૃતિ મિત્ર મંડળ, સંસ્કાર એડવેન્ચર ગ્રૃપ, ગૌરક્ષક સહિત પોલીસ તંત્ર દ્વારા દિપડાને શાંતિથી ઝડપી પાડવા પહોંચી ગયા હતા.

 આ દિપડાને પાંજરે પુરવાનું રેશ્ક્યુ ઓપરેશન ફરી એકવાર શરૂ કર્યુ હતુ. આ રેશ્ક્યૂ ઓપરેશન દરમ્યાન જંગલખાના શુટરે ટ્રેન્ક્યુલાઈઝર ગનથી ફાયર કરતાં બે શોર્ટ ખાલી ગયા હતા અને ત્રીજા શોર્ટ દિપડાને વાગતાં ગભરાયેલો દિપડો શશીધન ડે સ્કુલમાં ભાગવા જતાં  આ દરમ્યાન હિંમતભેર વાઈરનેટ નેટ અને  રેશ્કયુમા જાતરાયેલા પ્રકૃતિ પ્રેમીઓ તરફ હુમલો કર્યો હતો. આ દરમ્યાન ઘનશ્યામ સોલંકીએ બાથ ભીડી તેને રોકવાનો પ્રયાસ કરતાં અન્ય સ્વંયવ સેવકો પણ દિપડાની નજીક કુદી પડયા હતા. 

ઘનશ્યામ સોલંકીના હાથને સજડ બચકુ ભરી લીધુ હતુ તો અન્ય ચારને અન્ય નાની મોટી ઈજાઓ થવા પામી હતી આ દરમ્યાન વાયરનેટ અને ગનની આંશિક અસરને કારણે નબળા પડેલો દિપડો ઝડપાઈ જવા પામ્યો હતો. અને આખરે તેને જંગલખાતા દ્વારા લવાયેલા પાંજરે કેદ કરીને અત્રેના રામપુરા જંગલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. 

દીપડો લારી નીચે સંતાયાની

મોબાઈલમાં મશગુલ ફ્રૂટની લારીવાળાને ખબર જ ન હતી

- ખબર પડી ત્યારે તેને પરસેવો છૂટી ગયો

દાહોદ શહેરના મંડાવાવ રોડ સ્થિત અગ્રવાલ સોસાયટીમાં વહેલી સવારે એક દિપડો ઘુસી આવ્યો હોવાની વાતે સમગ્ર શહેરમાં વાયુવેગે વાત ફેલાઈ જતાં શહેર તેમજ આજુબાજુની પ્રજા અગ્રવાલ સોસાયટી નજીક ઉમટી પડી હતી.  લોકોની ચિચિયારીઓ, બુમાબુમને કારણે મોટર કારની પાછળ લપાઈને બેઠેલો દિપડો અચાનક જ બહાર નીકળ્યો હતો. આદરમ્યાન અફરા તફરીનો માહૌલ સર્જાઈ જવા પામ્યો હતો ત્યારે મુખ્ય માર્ગની ફ્રૂટની લારી નીચે આ દિપડો લપાઈ બેસી ગયો હતો.  ફ્ટની લારીવાળો આ ભાઈ મોબાઈલમાં એટલા ગળા ડુબ હતા કે એમની નજીક આવી દિપડો બેઠો તે પણ ફ્ટવાળાને ખ્યાલ ન આવ્યો. એ તો શાંતિથી મસ્તીથી બેઠો હતો અને દિપડો પણ શાંતિથી બેઠો હતો.

 લોકોનો અવાજથી એકદમ સફાળે ચોંકી ઉઠેલા ફ્ટવાળાની નજર એકદમ નીચે પડતાં પરસેવોછુટી ગયો હતો અને ભાગવા જતાં દિપડો પણ ગભરાયો હતો અને તે પણ તેની પાછળ ભાગ્યો હતો. આ દરમ્યાન દિપડાનો પંચો  ફ્ટવાળાને વાગતા સામાન્ય ઈજા થઈ હતી અને લોકટોળાને જાઈ દિપડો સામે આવેલા તબેલામાં ઘુસી ગયો હતો. તબેલામાં ઘુસેલા દિપડાને ટ્રેસ કરીને પછી આયોજન પુર્વકનું રેશક્યુ ઓપરેશન હાથ ધરાયું હતુ.  

Tags :