લીલવા દેવા ગામે શાળાની છતના પોપડા પડતાં ચાર બાળકોને માથાના ભાગે ઈજા
દાહોદ તા.10 ઓગષ્ટ 2019 શનીવાર
ઝાલોદ તાલુકાના લીલવા દેવા ગામે આવેલી પ્રાથમીક શાળા રાબેતા મુજબ શરૃ થઈ હતી. શાળા શરૃ થતાં શાળાના એક ઓરડામાં બાળકો અભ્યાસ કરતાં હતા .તે જ સમયે ઓરડાની છતના પોપડા એકાએક નીચે પડતા, નીચે અભ્યાસ કરતાં બાળકો પૈકી ચાર બાળકોને તે છતના પોપડા માથાના ભાગે વાગ્યા હતા. જેના કારણે બાળકો લોહીલુહાણ થઈ ગયા હતા.
આ ઘટનાની જાણ શાળાના સત્તાધીશોને થતાં તેઓ તાબડતોડ ઓરડામાં દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ચારેય બાળકોને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. સદ્નસીબેન ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ઈજાગ્રસ્ત બાળકો અને બીજા વાલીઓમાં આ ઘટનાથી સ્તબ્ધતાના માહોલ સાથે છુપો આક્રોશ પણ જાવા મળી રહ્યો હતો.