સંજેલીના તરકડા મહુડી ગામે કુટુંબના 6 સભ્યોની હત્યામાં વપરાયેલી કુહાડી શોધવામાં સફળતા
-કૂવો ઉલેચી કુહાડી બહાર કાઢી કેટલાંક કપડા પણ હાથ લાગ્યા
સંજેલી તા.11 ડિસેમ્બર 2019 બુધવાર
તરકડા મહુડી ખાતે તા.૨૯મીએ એકજ પરિવારના 4 સંતાન અને માતાપિતા મળી 6 વ્યક્તિ નિર્દયરીતે થયેલી હત્યાની ઘટનાએ દાહોદ જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો હતો.
તકડામહુડી ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. 10 દિવસથી આ હત્યા પાછળ વપરાયેલું હથિયાર શું હશે, ક્યાં છુપાવેલુ હશે તેની ઝીણવટભરી તપાસ માટે રાત્રી દિવસ દોડધામ કરતા પોલીસ અધિકારીઓને આખરે ૬ વ્યક્તિની કરપીણ હત્યામાં હત્યારા વિક્રમે ઉપયોગમાં લીધેલી કુહાડી નજીકના કુવામાં ફેંકી દીધી હોવાની શંકા જતા નજીકનો આ ઉજ્જડ કુવા પર ડીઝલ એન્જીન તથા અન્ય સાધનો મુકી કુવામાંથી પાણી ઉલેચી પોલીસને હત્યામાં વપરાયેલી કુહાડી હાથ લાગી હતી.
કુહાડી વિક્રમે પોતાના જ અવાવરૂ કૂવામાં નાખી દઇ પુરાવાનો નાશ કરવા કોશિષ કરી હતી. બુધવારે પોલીસને વિક્રમે કુવામાં નાખી દીધેલી ચોકડી ડિઝાઇનવાળુ લાલ કલરનુ લાંબી બાંયનું શર્ટ તેમજ કાળા રંગનું પેન્ટ તથા અન્ય વસ્તુ કોઇ કાગળમાં લપેટી નાખી હોવાથી મળી આવ્યા છે. પોલીસ કાફલાએ તકડામહુડી આવી કુવાનું નિરીક્ષણ કર્યુ હતું.