Gujarat

બેંક મેનેજરના નામે બોગસ કોલ કરી મહિલાના બેંક ખાતામાંથી 70 હજારની તફડંચી

By GS Team
3 Nov 20181 min read
This article was originally published on 3 Nov 2018
બેંક મેનેજરના નામે બોગસ કોલ કરી મહિલાના બેંક ખાતામાંથી 70 હજારની તફડંચી

દાહોદ તા,3,નવેમ્બર,2018,શનિવાર

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં એક અજાણ્યા ઈસમે એક મહિલાના મોબાઈલ ફોન ઉપર ફોન કરી બેંક એટીએમ કાર્ડની વિગતો મેળવી તેના બેંક ખાતામાંથી રૂ.૬૯,૯૯૮ ઉપાડી લઈ છેતરપીંડી કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને આ બાબતે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવા પામી છે.

મુળ અમદાવાદ ખાતે અને હાલ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં શેરી ફળિયા Âસ્થત રહેતા ગીતાબેન ખુમાનસિંહ સગરના મોબાઈલ ફોન ઉપર ગતરોજ એક અજાણ્યા ઈસમનો ફોન આવ્યા હતો અને હુ બેંક મેનેજર બોલુ છુ અને તમારા એટીએમ માહિતી અને નંબર આપો તેમ જણાવતા ગીતાબેન ખુમાનસિંહ સગરે પોતાના એટીએમનો આગળા નંબરો બોલવ્યા હતા અને એટએમનો પાછળનો પુરેપુરો નંબર ગીતાબેન પાસે માંગતા બેક મેનેજર હોવાનો પાકો વિશ્વાસ બેસાડી અને ગીતાબેનનો એટીએમ કાર્ડની પુરેપુરી વિગત મેળવી અજાણ્યા ઈસમે ગીતાબેનના બેંક ખાતામાંથી રૂ.૬૯,૯૯૮ રૂપીયા ઉપાડી લઈ છેતરપીંડી વિશ્વાસ ઘાત કરતા ગીતાબેનના પતિ ખુમાનસિંહ જીવાભાઈ સગરએ આ સંદર્ભે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.