Get The App

74 વર્ષના શાંતાબેનની જીવનની અંતિમ ક્ષણે ચક્ષુદાનની ઈચ્છા વ્યક્ત કરી

-પરિવારજનોએ માન આપી ચક્ષુદાન કરાવ્યુ

Updated: Oct 11th, 2018

GS TEAM

Google News
Google News

દાહોદતા.11,ઓક્ટોબર,2018,ગુરૂવાર 74 વર્ષના શાંતાબેનની જીવનની અંતિમ ક્ષણે ચક્ષુદાનની ઈચ્છા વ્યક્ત કરી 1 - image

કહેવાય છે કે, મનુષ્યનુ જીવન એ આત્મા અને પરમાત્માના સંબંધોથી સંકળાયેલો છે અને પૃથ્વી ઉપર એક મનુષ્ય જ એવો અવતાર છે જે સાંસારીક મુલ્યો અને જીવનનુ મહત્વ સમજી શકે છે. મૃત્યોની અંતિમ ઘડીમાં પણ લોકોનુ ભલુ થાય અને પોતાના દેહના અંગોનુ કોઈક જરૂરીયાત બીજા મનુષ્ય તેની ખોટ પુરૂ તેવા અનેક દાનવીરો પોતાના અંતિમ જીવન સમય કે પહેલા પોતાના અંગો દાન કરી જરૂરીયાતમંદોને તે આપી દેતા હોય છે અને જેનાથી ઘણા લોકોના પોતાના જીવનની નવી શરૂઆત પણ કરતાં હોય છે. મનુષ્યના દેહમાં ભગવાને ઘણા અંગો મહત્વના આપ્યા છે પરંતુ જા એમાંથી સૌથી મહત્વનુ અંગે હોય તે આંખ છે અને લોકો પોતાના મૃત્યુ બાદ ચક્ષુદાન કરી બીજાના જીવનમાં રોશની ફેલાવે છે. આવો જ એક કિસ્સો દાહોદ શહેરમાં જાવા મળ્યો છે. મધ્યપ્રદેશની એક ૭૪ વર્ષિય મહિલાએ પોતાના જીવનના અંતિમ ક્ષણોમાં પોતાની આંખો દાન કરવાનો નિર્ણય કર્યાે હતો અને આજરોજ તેમના મૃત્યુ બાદ તેઓની આંખો પરિવારજનો દ્વારા દાહોદની દ્રષ્ટિ નેત્રાલય ખાતે દાનમાં આપી એક પ્રકારનો ઉમદા અભિગમનો સંદેશો આપ્યો છે.

મધ્યપ્રદેશના  ઝાબુઆ જિલ્લામાં પારા ગામે રહેતા ૭૪ વર્ષિય શાંતાબાઈ મગનલાલજી પગારીયા કેટલાક દિવસો પુર્વે શ્વાસની તકલીફ હોઈ તેઓને દાહોદ ખાતે ખાનગી હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જ્યા તેઓ સારવાર પણ લઈ રહ્યા હતા. સારવાર લીધા બાદ આજરોજ તેઓને હોસ્પટલમાંથી રજા આપવામાં આવી હતી અને પરિવારજનો દ્વારા તેઓને પોતાના વતન ખાતે લઈ જવાની તૈયારીઓ કરતાં હતા તે સમયે જ શાંતાબાઈ પગારીયાને હાર્ટ એટેકનો સ્ટ્રોક આવતાં ફરીથી તેઓને દાહોદની એક ખાનગી હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા તબીબી દ્વારા તેઓની Âસ્થતી નાજુક જણાવતા જાણે આ બાબતની શાંતાબાઈને  આભાસ પણ થઈ ગયો હતો કે તેઓ આ દુનિયામાં માત્ર કેટલાક કલાકોના મહેમાન છે. આ બાદ  શાંતાબેન દ્વારા પોતાના પરિવારજનોને પોતાની પાસે બોલાવી પોતાના મૃત્યુ બાદ પોતાની આંખો દાન કરી દેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરિવારજનોએ પણ તેઓની ઈચ્છાને માન આપ્યુ હતુ ત્યારે આજરોજ શાંતાબાઈનુ હોÂસ્પટલમાં જ મૃત્યુ થતાં પરિવારજનો દ્વારા દાહોદની દ્રષ્ટિ નેત્રાલય ખાતે સંપર્ક કરી શાંતાબાઈની અંતિમ ઈચ્છા વિશે માહિતગાર કર્યા હતા અને દ્રષ્ટિ નેત્રાલય દ્વારા તેમની ઈચ્છાને માન આપી શાંતાબાઈની આંખનુ દાન સ્વીકાર્યુ હતુ. આમ, જીવનમાં ચક્ષુદાનનુ મહત્વ શાંતાભાઈ જતાં જતાં સૌ કોઈને સમજાવી જીવન છોડી ચાલ્યા જતાં  પરિવારજનો તેમજ શહેરીજનોને તેમના પ્રત્યે  માન,સન્માન અને ગૌરવ ની લાગણી અનુભવી હતી.

Tags :