દેવગઢ બારિયામાં પોલીસ તંત્ર સહિત પાલિકા તંત્ર હરકતમાં
-પોલીસ તંત્રએ નગરની અંદર પ્રવેશતા લોકોને રોક્યા
દેવગઢ બારીયા તા.24 માર્ચ 2020 મંગળવાર
દેવગઢ બારીયા નગરમાં રાજ્ય સરકાર દ્વારા ૩૧મી માર્ચ સુધી લોકડાઉન કરાતાં સ્થાનિક તંત્ર કામે લાગ્યું પોલીસે નાકાબંધી કરી અને પાલિકા તંત્રે સેનિટાઈઝેસન હાથ ધર્યું હતું.નગરજનો આજે પણ લાપરવાહી થી ફરતા દેખાયા પોલીસ કડક હાથે પગલા લે તેવી જાગૃત લોકોની માંગ કરી હતી.
દાહોદ જિલ્લા કલેકટર દ્વારા ૧૪૪ની કલમ પર લાગૂ કરેલા છે .દેવગઢ બારીઆ નગર માં આજે વેહલી સવાર થી મોટી માત્રામાં ચહલ પહલ જોવા કેટલાક વેપારીઓ દ્વારા કરિયાણાની દુકાન ના નામે તેમજ દૂધ કેન્દ્ર ની દુકાન હોવાનું જણાવી પોતાના ધંધા-રોજગાર ખોલીને બેસી જતા કેટલાક નગરજનો મોટી માત્રામાં ઘરની બહાર આવી ગયા હતા . ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોની અવરજવર શરૃ થઈ ગઈ હતી . પોલીસે રાજ્ય સરકાર ના લોકડાઉન ના જાહેરનામાને લઇ તાત્કાલીક અસરથી નગરમાં પ્રવેશતા રસ્તાઓ ઉપર બેરીકેટ બાંધી નગરમાં આવતા લોકોને તેમજ ખાનગી વાહનોને પોલીસે રોકી તેઓને પરત કર્યા હતા .
કેટલાક લોકોને લોકોને પૂછપરછ કરતા તેઓએ ક્યાંક લગ્નમાં જવાનું તો ક્યાંક ચાંદલા વિધિમાં જવાનું કહ્યું હતું .પોલીસે આવા સામાજિક કાર્યક્રમોથી દૂર રહેવાની સૂચના આપી પોતાના ઘરે મોકલી દેવાયા હતા .આ વિસ્તારમાં ગ્રામ્યકક્ષાએ ચાંદલા વિધિ તેમજ લગ્ન પ્રસંગો ઉજવાય રહ્યા છે .સ્થાનિક તંત્રની સાથે સાથે સ્થાનિક રાજકીય નેતાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલમાં કોરોના વાઇરસને લઈ હડકંપ મચી જવા પામેલ છે .
સામાજીક કાર્યક્રમો બંધ રાખવાની સૂચનાઓ આપવામાં આવે તો એક જ જગ્યાએ અનેક લોકો એકત્ર થતાં બંધ થાય તેમ છે .કોરોના વાઈરસનો સામનો કરી શકાય તેમ છે .બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા કોરોનોના વાઈરસના સક્રમણને અટકાવવા નગરના મુખ્ય બજારમા ફાયર ફાઈટરનો ઉપયોગ કરી બજાર વિસ્તારમાં સેનિટાઈઝેસનની કામગીરી હાથ ધરી હતી .
જેમાં કન્યાશાળા રોડ. સર્કલ બજાર સુથારવાડા. ટાવર શેરી માં સેનિટાઈઝેસન કરવામાં આવ્યું હતું ત્યારે આવનાર દિવસોમાં પણ આ રીતે નગરમાં સેનિટાઈઝેસન ની કામગીરી ચાલુ રહેશે તેવું પાલિકા તંત્રે જણાવ્યું હતું ત્યારે વહેલી સવારથી જ કેટલાક વેપારીઓ કરિયાણાની દુકાન તેમજ દૂધ વિતરણ કરતા હોવાનું જણાવી પોતાની દુકાનો ખોલી બેસી ગયા હતા જેના કારણે પણ કેટલાક જાગૃત નાગરિકો દ્વારા સ્થાનિક તંત્રને જાણ કરી હતી .કરિયાણા અને દૂધ ના નામે દુકાનો ખોલીને બેસતા વેપારીઓ સામે કડક હાથે પગલાં લેવાની માંગ પણ કરી હતી .
વધુ લોકો એકત્ર થાય તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવા માં આવે તો લટાર મારવા નીકળતા લોકો બંધ થાય તેમ છે ત્યારે દેવગઢબારિયા નગર સહિત તાલુકામાં આજ દિન સુધી તાલુકાના ઉચ્ચ અધિકારીઓ ને જાણે કોરો નો નો વાઈરસ ની ઝપેટ માં હોય તેમ ફરક્યા સુદ્ધાં નથી તેવું સ્થાનિક લોકોનું કહેવું છે આમ દેવગઢ બારીઆ નગરમાં સ્થાનિક તંત્ર તેમજ પોલીસ હરકતમાં આવી હતી.