દાહોદ:પરીક્ષાર્થીઓની રેલ્વે સ્ટેશન તેમજ બસ સ્ટેશને ભારે ભીડ
-જિલ્લાના 6 તાલુકાના 57 પરીક્ષાકેન્દ્રોમાં 883 બ્લોકમાં લોકરક્ષક દળની પરીક્ષા યોજાઈ
દાહોદતા.6 જાન્યુઆરી 2018 રવિવાર
પોલીસની લોકરક્ષ દળની પુનઃ પરીક્ષા આજરોજ તા.૬ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ યોજવામાં આવી હતી. આ પરીક્ષા પહેલા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી કારણે કે અગાઉ બનેલ પેપર લીક મામલે સમગ્ર ગુજરાતમાં ખળભળાટના પગલે પરીક્ષાર્થીઓમાં આક્રોશ ફેલાવા પામ્યો હતો ત્યારે આજરોજ પુનઃ લેવાયેલ પરીક્ષા દરમ્યાન સવારથી જ જિલ્લાની દરેક પરીક્ષા કેન્દ્રો ખાતે સઘન પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષાનો આરંભ કરવામાં આવ્યો હતો. સવારથી જ પરીક્ષાર્થીઓની રેલ્વે સ્ટેશન તેમજ બસ સ્ટેશને ભારે ભીડ જાવા મળી હતી અને પોત પોતાના પરીક્ષા કેન્દ્રો તરફ પરીક્ષાર્થીઓ જવા રવાના થતાં પણ જાવા મળ્યા હતા. ત્યારે હાલ આ લોક રક્ષકદળની પરીક્ષા દાહોદ શહેર સહિત જિલ્લામાં શાંતીપુર્ણ માહોલમાં સમ્પન્ન થઈ હતી.
પોલીસની અગાઉ લેવાયેલ લોક રક્ષકદળની પરીક્ષામાં પેપલ લીક કાંડમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પરીક્ષાર્થીઓમાં ભારે આક્રોશ ફેલાવા પામ્યો હતો અને રાતદિવસ મહેનત કરી પરીક્ષામાં પાસ થઈ દેશની સેવા કરવાની ઉમદા આશય પર તે સમયે પરીક્ષાર્થીઓની મહેનત પર પાણી ભરી ગયુ હતુ. આ દરમ્યાન સરકાર દ્વારા તે પરીક્ષાને તાત્કાલિક રદ કરવાના આદેશ સાથે સમગ્ર ગુજરાતના પરીક્ષાર્થીઓ નિરાશામાં હતા પરંતુ બાદમાં ફરીથી આ પરીક્ષા લેવાશે અને પરીક્ષાર્થીઓને વિના મુલ્યે બસ સુવિધા પુરી પાડવામાં સરકારના આદેશો સાથે આજરોજ પુનઃ પોલીસ લોકદળની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સાથે જ દાહોદ જિલ્લામાં પણ પરીક્ષાર્થીઓની ભારે જમાવડો જાવા મળ્યો હતો અને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના પરીક્ષાર્થીઓ વહેલી સવાર થી પરીક્ષા કેન્દ્રો ખાતે પહોંચી ગયા હતા. આ વખતે અગાઉના પેપર લીક મામલાને ધ્યાને રાખી દાહોદ જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે સવારથી વહીવટી તંત્ર દ્વારા ચાંપતા પોલીસની સઘન સુરક્ષા વચ્ચે બંદોબસ્ત પરીક્ષા શરૂ કરવામાં આવી હતી. યોજાયેલ આ પરીક્ષા સવારના ૧૧ થી ૧૨ વાગ્યા દરમ્યાન દાહોદ જિલ્લાના દાહોદ,ગરબાડા,ઝાલોદ,લીમડી લીમખેડા અને દેવગઢ બારીઆમાં ૫૭ પરીક્ષા કેન્દ્રોના ૮૮૩ બ્લોકમાં આ પરીક્ષાનું આયોજન કરાયું હતુ. પરીક્ષા દરમ્યાન વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા ઝીંણવટભરી નજરો રાખવામાં પણ આવી હતી.