દુધીયાના યુવાને મિત્રની મદદથી સગીરાનું અપહરણ કર્યુ
સગીરાના વાલીની ફરિયાદને પગલે તપાસ
દાહોદતા.11,ઓક્ટોબર,2018,ગુરૂવાર
દેવગઢ બારીયા તાલુકાના દુધીયા ગામનો યુવાન તેના મિત્રની મદદ લઇ પત્ની તરીકે રાખવા દેવગઢ બારીયા તાલુકામાં રહેતી એક સગીરાનુ અપહરણ કરી લઈ નાસી ગયાનુ જાણવા મળે છે.
દેવગઢ બારીયા તાલુકાના દુધીયા ગામના ગમાર ફળીયામાં રહેતા મહેશભાઇ પુનાભાઇ ગમારે તેનાજ ગામના તેના મિત્ર રાયસીંગભાઇ મૂળાભાઇ ગમારની મદદ લઇ ગત તા.૧૮-૬-૨૦૧૮ના રોજ રાતના સમયે દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક સગીરાના ઘરે ગયા હતા અને તે સગીરાને પોતાની
પત્ની તરીકે રાખવા મહેશભાઇ પુનાભાઇ ગમારે સગીરાને ભોળવી પટાવી ફોસલાવી બળજબરીથી અપહરણ કરી લઇગયા હતા.
આ સંબંધે સગીરાના પિતાએ સાગટાળા પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.