દાહોદમાં ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગ પરથી શાળામાં ઘૂસ્યા
-અડધા દાહોદમાં ગટર ચોકઅપની સમસ્યા
દાહોદ તા.23 ફેબ્રુઆરી 2019 શનિવાર
દાહોદ શહેરના મધ્ય તાલુકા પંચાયત કચેરી સામેની ગટરલાઈન ચોકઅપ થતા ગટરના ગંદા પાણી તાલુકા શાળાના પરિસરમાં ફરી વળતાં શાળામાં ભણવા આવેલા વિદ્યાર્થીઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા.
શાળાના આચાર્યએ નગરપાલિકાને જાણ કરતા નગરપાલિકાના સફાઈ કામદારોએ તાબડતોડ ચોકઅપ થયેલ ગટરની સાફ સફાઈ કરતા ભારે જહેમત બાદ શાળાના પરિસરમાંથી ગટરના ગંદા પાણી ઓસરતા સહુને રાહતનો દમ લીધો હતો . નગરપાલિકાની નિષ્ક્રિયતા તેમજ ગટરોની યોગ્ય સાફ સફાઇના અભાવે ગટર લાઇન ચોકઅપ થતાં ઞટરના ગંદા પાણી શાળાના પરિસરમાં ભરાઈ જતા નગરપાલિકાની સુચારૂ વહીવટની પોલ ખુલી હતી.
વિવિધ વિસ્તારોમાંથ ફરી લારી-ગલ્લા ખસેડી ગટરો ખુલ્લી કરી ગંદકી ફેલાવનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી શહેરને સ્વચ્છ અને સાફ-સૂથરું રાખવા માટે ડાહી ડાહી શિખામણો આપતા નજરે પડતાં હતા. નગરપાલિકાના સેનેટરી વિભાગની નિષ્ક્રિયતા તેમજ ગટરોની યોગ્ય સમયે સાફ સફાઇના અભાવે શહેરના મધ્યે આવેલ તાલુકા શાળાની આગળની ગટરલાઈન ચોકઅપ થઈ જતા ગટરનુ તીવ્ર ગંધ મારતુ ગંદુપાણી શાળા પરિસરમાં ફરી વળ્યા હતા .
શાળામાં અભ્યાસ કરવા આવેલ નાના ભૂલકાઓને નગર પાલિકાના નિષ્ક્રિયતાના કારણે ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈ મજબૂર થયા હતા . આ બાબતે શાળાના આચાર્ય દ્વારા નગરપાલિકા પ્રમુખને જાણ કરતાં સફાળા જાગેલા પાલિકા તંત્રએ સફાઇ કર્મીઓની ટીમને મોકલી ચોક્અપ થયેલ ગટરની સાફ સફાઈ કરતા કલાકોની જહેમત બાદ શાળા પરિસરમાં ફરી વળેલા ગટરના ગંદા પાણી કલાકો બાદ ઓસર્યા હતા.
દાહોદ શહેરને સ્માર્ટ સિટિમાં સામેલ કર્યા બાદ વહીવટી તંત્ર દ્વારા શહેરને સ્માર્ટ સિટી બનાવવા કમર કસી છે અને તેના ભાગરૃપે ટૂંક સમય પહેલાં દાહોદ કલેકટર વિજયખરાડી જાતે ટ્રાફિક સ્વચ્છતા તેમજ પાર્કિંગની સમસ્યા ને ધ્યાનમાં લઇ નગરપાલીકા ચીફ ઓફીસર પ્રાંત અધિકારી મામલતદાર તેમજ વહીવટી તંત્રના સંલગ્ન વિભાગના અકિારીઓના કાફલા સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ગટર ઉપર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરી ચોકઅપ થયેલ ગટર લાઈનોને તાબડતોબ સાફ કરાવી હતી.