ઢઢેલા ગામે યુવકનો ગળાફાંસો ખાઇ આપઘાત
ફતેપુરા તા.6 જુન 2020 શનિવાર
ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામે તળગામ ફળિયામાં રહેતા યુવકે ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
ફતેપુરા તાલુકાના તળગામ ફળિય ઢઢેલા ગામે રહેતા 38વર્ષ ના યુવક નામે સોમાભાઈ હવજીભાઈ પારગી કોઈક અગમ્ય કારણોસર ઘરમાં પાટની ઉપરના ભાગે લાકડાની વળી સાથે દોરડું બાંધી ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
મરનારના પિતા હવજી ભાઈ હીરાભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે જાણ કરતા ફતેપુરા પોલીસ અકસ્માત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.