ધાનપુર તાલુકામાં અકસ્માતના બે બનાવોમાં બેના મોત
-નાટડી અને આગાશવાણી ગામે સર્જાયેલા અકસ્માત
દાહોદ તા.7 માર્ચ 2019 ગુરૂવાર
ધાનપુર તાલુકામાં વાહન ચાલકોની ગફલતના કારણે બનેલા માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિના મોત નીપજ્યાનું જાણવા મળે છે.
ધાનપુર તાલુકાના નાકટી ગામે એક ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનુ ટ્રેક્ટર પુરઝડપે હંકારી લાવી રસ્તે ચાલતા જતા ધાનપુર તાલુકાના નાકટી ગામે ટેકરી ફળિયામાં રહેતા પ્રદિપસિંહ નરેન્દ્રસિંહ ચૌહાણના સંબંધીને અડફેટમાં લઈ ટક્કર મારી નાસી જતા શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત નીપજ્યુ હતુ.
આ સંબંધે મરણ જનારના સંબંધી પ્રદિપસિંહ નરેન્દ્રસિંહ ચૌહાણે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજા બનાવ ધાનપુર તાલુકાના આગાશવાણી ગામે બનવા પામ્યો હતા. જેમાં લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે સીમાડા ફળિયામાં રહેતા બહાદુરભાઈ ગમીરભાઈ પટેલ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ આગાશવાણી ગામેથી પુરઝડપે મોટરસાઈકલને હંકારી પસાર થઈ રહ્યા હતા.
આ સમયે મોટર સાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલના સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા બહાદુરભાઈ ગમીરભાઈ પટેલને શરીર ે તેમજ માથાના ભાગે ભાગે જીવલેણ ઈજા થતા તેનું મોત નીપજ્યુ હતુ. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.