ધાણીખુંટ ગામે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા ચાલકનું મોત
દાહોદ તા.1 માર્ચ 2019 શનિવાર
ફતેપુરા તાલુકાના ધાણીખુંટ ગામે રોડ પર સામેથી આવી રહેલા વાહનના હેડ લાઈટના અજવાળા આંખોમાં આવતા પુરપાટ દોડી આવતી ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા વાહન પલ્ટી ખાઈ જતા અંદર બેઠેલા પેસેંજરોને ઈજા થવા પામી હતી. જ્યારે એકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું જાણવા મળેલ છે.
ફતેપુરા તાલુકાના બલૈયા ગામે રહેતા પ્રવીણભાઈ બાબુભાઈ મઝા(લબાના) ગતરોજ મધરાતે ગાડી પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લઈ જઈ રહ્યો હતો.
તે દરમ્યાન રસ્તામાં ધાણીખુંટ ગામના રોડ પર સામેથી આવતા વાહનના હેડલાઈટનું અજવાળું ગાડીના ચાલક પ્રવીણભાઈ બાબુભાઈ મુઝાની આંખોમાં પડતા આંખો અંજાઈ જતા ગાડીના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ગાડી રોડ પર પલ્ટી ખાઈ જતા ગાડીમાં બેડેલ ઈસમોને ઓછીવત્તી ઈજા થવા પામી હતી.
ગાડીના ચાલક પ્રવીણભાઈ બાબુભાઈ લબાનાને ગંભીર ઈજા થતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ. આ સંબંધે સુખસર પોલીસે ગાડીના ચાલક બલૈયા ગામના પ્રવીણભાઈ બાબુભાઈ મઝા વિરૃધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.