Get The App

દેવગઢ બારીઆના કેલીયા ગામે ખેતરમાંથી દારૂ ઝડપાયો

Updated: Oct 19th, 2019

GS TEAM

Google News
Google News
દેવગઢ બારીઆના કેલીયા ગામે  ખેતરમાંથી દારૂ  ઝડપાયો 1 - image

દાહોદ તા.19 ઓક્ટાેબર 2019 શનિવાર

દેવગઢ બારીઆ તાલુકાના કેલીયા ગામે એક વ્યક્તિના રહેણાંક મકાનમાંથી તથા ઘર નજીક આવેલા ખેતરમાંથી પોલીસે પ્રોહી રેડ પાડી કુલ રૂ.55,200  નો પ્રોહી જથૃથો જપ્ત  કર્યો જ્યારે મકાન માલિક ફરાર થઇ ગયો છે.

દેવગઢ બારીઆ તાલુકાના કેલીયા ગામે રહેતા છગનભાઈ નાનાભાઈ પટેલના રહેણાંક મકાનમાં તથા મકાનની નજીક આવેલ ડાંગરના વાવેતરવાળા ખેતરમાં પોલીસે ગત તા.17 ના રોજ પ્રોહી રેડ પાડતાં ઉપરોક્ત ઘરધણી પોલીસને જાઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તપાસ દરમ્યાન બંન્ને જગ્યાએથી વિદેશી દારૃ તથા બીયરની બોટલો જેની કુલ  રૂ.55,200  ના પ્રોહી જથૃથા સાથે ઉપરોક્ત શખ્સ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags :