દેવગઢ બારીયાના ડાંગરિયા પાસે બે છકડા સામસામે ભટકાતા આધેડ મહિલાનું કરૂણ મોત
-બીજો એક ઉતારૂ પણ ગંભીર ઈજાગ્રસ્તઃ ગુનો દાખલ
દાહોદ,તા.27 અાેક્ટાેબર,2018, શનિવાર
દેવગઢબારીયા તાલુકાના ડાંગરીયા ગામે નર્સરી પાસે રોડ પર ગઇકાલે બપોરે છકડો સામેથી આવતા છકડા સાથે ધડાકાભેર ટકરાતા સર્જાયેલા અકસ્માત સર્જાયાે હતાે.
તે અકસ્મતામાં એક આધેડ મહિલા સહિત બે વ્યક્તિને ગંભીર ઈજા થવા પામી હતી
આધેડ મહિલાનું દેવગઢબારીયા સરકારી દવાખાને સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ.
એક છકડા ચાલક તેના કબજાનો છકડો રોંગ સાઈડે અને પુરઝડપે હંકારી જઈ દેવગઢબારીયાના ડાંગરીયા ગામે નર્સરી પાસે રોડ ઉપર સામેથી આવી રહેલા છકડા સાથે ટકરાતા પોતાના ચાલક છકડો ઘટના સ્થળ પર મુકી નાસી જતાં ગયો હતો.
અકસ્માતમાં છકડામાં બેઠેલા પીપલોદ ગામના માતાન વડ ફળિયામાં રહેતા ૫૦ વર્ષીય બુધલીબેન ચતુરભાઈ ઝેરાભાી બારીયા તથા રયજીભાઇ કોદરભાઈનો પગ ભાંગી જવા પામ્યો હતો.
જેથી તાબડતોબ ૧૦૮ એમ્બ્યુલન્સ વાનને બોલાવી બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દેવગઢબારીયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ૫૦ વર્ષીય બુધલીબેન ચતુરભાઈ ઝેરાભાઈ બારીયાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ.
આ સંબંધે પીપલોદ ગામે રહેતા બુધલીબેન ચતુરભાઈ બારીયાના દીયર બાબુભાઈ ઝેરાભાઈ બારીયાએ દેવગઢબારીયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે