દેવગઢ બારિયામાં દોડધામ,કરિયાણું શાકભાજી લેવા લોકો ઘરની બહાર
-વેપારીઓ સવારે 8 થી 11 સુધી ની પોલીસની ટાઈમ લીમીટમાં સામાન આપી દીધોઃદુકાનો ટપો ટપ બંધ
દેવગઢ બારીયા તા.25 માર્ચ 2020 બુધવાર
દેવગઢબારિયા નગરમાં દેશના વડાપ્રધાન કોરોના વાઈરસને લઈ 21 દિવસનું લોક ડાઉન કરતા લોકોમાં અનાજ કરિયાણા અને શાકભાજીને લઇ ચિંતામાં મુકાયા પોલીસે વહેલી સવારે કરિયાણું શાકભાજી ખરીદવાનો સમય આપતા લોકોમાં દોડધામ મચી અને બપોરથી ફરી પોલીસ એક્શનમાં.
દેશમાં કોરોના વાઇરસનો કહેર વધતો અને તેની ચાલતી સાઈકલ ને તોડવા અને તેને રોકવા માટે વડાપ્રધાન મોદી એ એક દેશમાં૨૧ દિવસનાં લોક ડાઉન રાખવા ની અપીલ કરતા દેવગઢ બારિયા નગર તેમજ ગ્રામજનો માં કરિયાણા તેમજ શાકભાજીને લઇ લોકો દુવિધામાં મુકાયા હતા. ત્યારે એક તરફ લોક ડાઉન બીજી તરફ લોકોને જીવન જરૃરીયાત ની સામગ્રી ત્યારે પોલીસ વહેલી સવારે 8 થી 11 સુધીનો સમયમાં જીવન જરૃરીયાત ની વસ્તુ ખરીદવાનો સમય ની જાહેરાત કરતા નગરજનો સહિત ગ્રામજનો મોટી સંખ્યા માં ખરીદી માટે બહાર આવી ગયા હતા.
જ્યાર આ સમય માં પાન ગુટખા તેમજ અન્ય ચીજ વસ્તુ મોંઘા ભાવ માં વેચતા કેટલાક વેપારીઓ ઝડપાઈ જતાં પોલીસે તેમને વોરનીગ આપી છોડી મૂક્યા હતા અને પોલીસને લોક ટોળા વધુ દેખાતા પોલીસે તાત્કાલિક બજાર બંધ કરાવી ફરી થી કરફ્યુ જેવો માહોલ કરી દીધો હતો. ત્યારે નગરમાં ખોટી રીતે વાહન લઈને ફરતા વાહનો પણ ડીટેન કરી દીધા હતા આમ 21 દિવસના લોક ડાઉન ને લઇ લોકોમાં દોડધામ મચી.