રાજપારડી પાસે માધુમતીના પૂલનું કામ ઝડપી બનાવવા ઉગ્ર માગ
-સરદાર પ્રતિમાને જોડતા ચારમાર્ગી રસ્તાના પૂલની કામગીરીની મંથર ગતિથી ગ્રામજનો ચિંતત
રાજપારડી,તા.26 , નવેમ્બર, 2018 , સાેમવાર
અંકલેશ્વર રાજપીપળા સ્ટેટ હાઈવેને સરદાર પ્રતિમાના મુલાકાતીઓ માટે ફોરલેન કરવાની કામગીરીના ભાગરૂપે રાજપારડી નજીક માધુમતી નદી પર બંધાઈ રહેલા પૂલની કામગીરી મંથરગતિએ થતી હોઈ ગ્રામજનો ચિંતાતુર બન્યા છે.
પૂલ ક્યારે બની રહેશે એવો પ્રશ્ન સૌ પૂછી રહ્યાં છે. સરદાર પ્રતિમાનો ખુલ્લી મુકાઈ પણ ગી, પરંતુ ત્યાં સુધી જતાં રસ્તાઓની કામગીરી હજી પણ ઠેર ઠેર અધૂરી પડી છે.
રાજપારડી ચોકડીથી માધુમતીના પુલ સુધીનો માર્ગ તો ફોરલેન બની ગયો છે.
બંને તરફથી આવતાં વાહનો હજી પણ માધુમતીના જૂના પૂલ પરથી પસાર થઈ રહ્યાં છે. એથી વાહનચાલકો હાલાકી અનુભવી રહ્યાં છે.
જનતા નવો પૂલ તાકીદે પૂરો કરી જનતાની હાલાકીનો અંત લાવે તેવી માંગણી કરી રહી છે.