Get The App

દાહોદ એસ.ટી.ડેપોમાં સુવાવડઃબસમાં બાળકનો જન્મ

ચાલકે 108 એમ્બ્યુલન્સને ફોન કરતાં તબીબી સારવાર મળી

Updated: Oct 16th, 2018

GS TEAM

Google News
Google News

દાહોદ,તા.16,ઓક્ટોબર,2018,મંગળવારદાહોદ એસ.ટી.ડેપોમાં સુવાવડઃબસમાં બાળકનો જન્મ 1 - image

ઝાલોદ થી એક ગર્ભવતી મહિલા દાહોદ હોÂસ્પટલ ખાતે સારવાર માટે પરિવાર સાથે આવી રહી હતી તે સમયે મહિલાને અચાનક પ્રસુતી પીડા ઉપડતા દાહોદ ખાતે બસ સ્ટેશનમાં બસની અંદર જ તેને બાળકને જન્મ આપ્યો હતો અને ૧૦૮ ઈમરજન્સી સેવાને આ બાબતની જાણ થતાં સ્થળ પર તાબડતોડ પહોંચી પ્રાથમીક સારવાર પુરી પાડી હતી અને મહિલા અને બાળક બંન્નેનની તબીયત સારી હોવાથી બંન્ને પ્રાથમીક સારવાર આપ્યા બાદ ઘરે જવા રવાના કરાયા હતા.

ઝાલોદ તાલુકાના સીમલીયા ખેડા ગામે કાગડા ફળિયામાં રહેતી સવિતાબેન રમેશભાઈ કિશોરી ગર્ભવતી હોવાથી પરિવારજનો સાથે દાહોદ હોÂસ્પટલ ખાતે બસમાં બેસી દવાસારવાર માટે આવી રહ્યા હતા તે સમયે રસ્તામાં જ મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા બસના ચાલકે સમય સુચકા વાપરી બસની દાહોદ બસ સ્ટેશન ખાતે પહોંચતી કરી હતી અને જ્યા બસમાં જ મહિલાએ બાળકને જન્મ આપતા એક જાગૃત નાગરિકે આ બાબતની જાણ ૧૦૮ ઈમરજન્સી સેવાને જાણ કરતા ૧૦૮ ઈમરજન્સી સેવા તાબડતોડ દાહોદ બસ સ્ટેશન ખાતે પહોંચી ગઈ હતી અને મહિલા અને બાળકને પ્રાથમીક સારવાર આપવામાં આવી હતી અને માતા અને બાળક બંન્નેની તબીયત સારી હોઈ હોÂસ્પટલમાં સારવાર લીધા બાદ માતા-બાળક બંન્ને પરિવારજનો સાથે પરત ઘરે જવા રવાના થયા હતા.

Tags :