ગરબાડાના દેવ ભરડા પાસે ટ્રેક્ટર ખાડામાં ખાબકતા યુવાનનું મોત
દાહોદ તા.14 જુન 2020 રવીવાર
ગરબાડાના દેવ ભરાડા ફળિયામાં ટ્રેક્ટર ખાડો (ખુલ્લો કુવો)માં ખાબકતા એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતું .
ગરબાડાના માળ મોહનીયા ફળિયામાં રહેતા વીરસીંગ મોહણીયા એ ત્રણ વર્ષ અગાઉ ટ્રેક્ટર લીધું હતું. જે ટ્રેક્ટર કાળા ખૂટ ગામના તેમના જમાઈ રાજુભાઈ નીનામા અમદાવાદ લઈ ગયા હતા. તે બાદ લોક ડાઉન થતા તેઓ ટ્રેક્ટર પરત કાળા ખૂટ લઈ આવ્યા હતા. તા.૧૩ ના રોજ વીરસીંગભાઇનો પુત્ર સુરેશ પોતાનું ટ્રેક્ટર લેવા માટે કાળા ખૂટ તેની બહેન લીલાબેનના ત્યાં ગયો હતો .
ટ્રેક્ટર લઇ પરત આવતી વેળા દેવ ભરાડા ફળિયામાં આવતા સ્મશાન પાસેના ખાડા(ખુલ્લા કૂવા)માં રાત્રેટ્રેકટર ખાબકતાં સુરેશભાઈનું ઘટના સ્થળે મોત નીપજયું હતું . ઘટના સંદર્ભે વિનુભાઈ વરસીંગભાઇ મોહણીયા દ્વારા ગરબાડા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.