Get The App

દાહોદમાં બિલ્ડર સાથે ૨૨ લાખની ઠગાઇમાં મહિલા સહિત પાંચની સંડાેવાણી

ખોટી પ્રોમીસરી નોટ બનાવી, બિલ્ડરની જાણ બહાર તેનો એક મેળવી તે રકમ ભરી કોટા દસ્તાવેજ ઉભા કરાયા ગુનો દાખલ

Updated: Oct 16th, 2018

GS TEAM

Google News
Google News
દાહોદમાં બિલ્ડર સાથે ૨૨ લાખની ઠગાઇમાં મહિલા સહિત પાંચની સંડાેવાણી 1 - image

દાહોદ, તા.16 અાેક્ટાેબર,2018 , મંગળવાર

દાહોદ શહેરમાં ૨૦૧૨-૧૩ના વર્ષ ગાળા દરમ્યાન એક મહિલા સહિત પાંચ વ્યક્તિઓએ એક બિલ્ડર પાસેથી રૂપિયા ૨૨ લાખ જમીન વેચાણના લેવાના બાકી હોવાની ખોટી પ્રોમિસરી નોટ બનાવી હતી.

બિલ્ડરની જાણ બહાર  ચેક લઈ જઈ ચેકમાં ૨૨ લાખની રકમ ભર્યા બાદ બિલ્ડરની ખોટી સહી પણ કરી હતી. અને ખોટા દસ્તાવેજો ઉભા કરી બિલ્ડર સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી હોવાનું જાણવા મળે છે.

દાહોદમાં રહેતા મુનીરાબેન યુસુફ કતવારાવાલા, યુનુસ અકબરઅલી કતવવારાવાલા, ખુમેજ હાસમ, ચેતન દિલીપ દેવડા  તથા હુસેન અનાસવાલાએ તા.૬-૯-૨૦૧૨ થી ૩૧-૧૨-૨૦૧૩ દરમ્યાન ઉપરોક્ત પાંચે વ્યક્તિ ભેગા મળ્યા હતા.

દાહોદ મિસન હોસ્પિટલ પાસે અઝહર ટાવરમાં છઠ્ઠા માળે રહેતા અને બિલ્ડરના વ્યવસાય કરતા મોહંમદભાઈ ઉર્ફે જુજરભાઈ ઈસ્માઈલભાઈ લોખંડવાલા પાસેથી રૃપિયા ૨૨,૦૦,૦૦૦ જમીન વેચાણના  લેવાના બાકી હોવાની ખોટી  પ્રોમીસરી નોટ બનાવી બિલ્ડર મોહંમદભાઈ  ઉર્ફે જુજરભાઈ લોખંડવાલાની ઓફિસમાં જઇ બિલ્ડરની જાણ વગર ચેક લઈ ગયા હતા.

ચેકમાં રૂપિયા ૨૨,૦૦,૦૦૦ની રકમ ભરી ચેકમાં બિલ્ડર મોહંમદભાઈ ઉર્ફે જુજરભાઈ લોખંડવાલાની કોટી સહી કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી બિલ્ડર સાથે છેતરપીંડી કરી હતી.

Tags :