Get The App

શરાબલી ચોકડીએ લૂંટારા ફરી ત્રાટક્યાઃ પિતા-પુત્રને લૂંટી લીધા

-ધારિયાં અને પથ્થર બતાવી રોકડા, મોબાઇલ, એટીએમ કાર્ડની લૂંટ

Updated: Oct 14th, 2018

GS TEAM

Google News
Google News
શરાબલી ચોકડીએ લૂંટારા ફરી ત્રાટક્યાઃ પિતા-પુત્રને લૂંટી લીધા 1 - image

દાહોદ,તા.14 અાેક્ટાેબર,2018 ,રવીવાર

ગરબાડા તાલુકાના ગાંગરડી તરફ જતા શરાબલી ચોકડીએ ધોળે દિવસે વાહનચાલકોને આંતરી લુંટી લેવાની ઘટનાઓ વધી રહી છે. પોલીસતંત્ર આંખ આડા કાન કરી ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યુ છે. આ જ ચોકડી ઉપર ફરી એકવાર લુંટનો બનાવ બન્યો છે. 

દાહોદમાં રહેતો એક વેપારી તેના પુત્ર સાથે મોટરસાઇકલ પર રાબેતા મુજબ દાહોદની સરહદે આવેલ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના બરઝર ગામે કરીયાણાની દુકાન પર જતા હતા.

તે સમયે આ ચોકડી ઉપર ચોક્કસ ગેંગના લુંટારૂઓ બે મોટર સાઇકલ પર આવી પિતા-પુત્રને ધારિયા તેમજ પથ્થરો બતાવી મારમારી તેમની પાસેથી રોકડા રૂપીયા ૬૫ હજાર, એક મોબાઇલ, એટીએમ કાર્ડ વગેરે લુંટી નાસી જતાં આ વિસ્તારના વેપારીવર્ગ સહિત નગરજનોમાં ફફડાટ ફેલાયો છે.પોલીસની કામગીરી ઉપર રોષ વ્યક્ત છે. 

દાહોદ શહેરના કથીરીયા બજારમાં રહેતા અને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના બરઝર ગામે કરિયાણાની દુકાન અને મકાન ધરાવતા ૬૦ વર્ષિય યુસુફભાઇ હાતીમભાઇ બારીયાવાલા અને તેમનો પુત્ર તૈયબઅલી યુસુફભાઇ બારીયાવાલા એમ બંન્ને પિતા રાબેતા મુજબ સવારના ૧૧ વાગ્યે પોતાના રોજગાર ધંધા સ્થળે જવા નીકળ્યા હતા.

ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે શરાબલી ચોકડી ખાતે પાછળથી બે મોટર સાઇકલ પર સવાર થઇ આવેલા ૬ અજાણ્યા અને ચોક્કસ ગેંગના લુંટારૃઓએ ઉપરોક્ત પિતાપુત્રને રોકી ધારીયુ, પથ્થરો બતાવી તેમજ માર માર્યો હતો .

 યુસુફભાઇને માથામાં પથ્થર મારતા યુસુફભાઇ લોહીલુહાણ પણ થયા હતા. પિતાપુત્રને માર માર્યા બાદ તેઓની પાસેથી રોકડા રૂપીયા ૬૫ હજાર, એક મોબાઇલ ફોન, એટીએમ કાર્ડ વગેરેની લુંટ ચલાવી લુંટારૂઓ નાસી ગયા હતા. આ ઘટનાની પોલીસને જાણ થતાં તપાસ હાથ ધરાઇ હોવાનું જાણવા મળે છે. 

અવારનવાર ઉપરોક્ત ચોકડી ખાતે બનતા લુંટ વધતા બનાવોની ગંભીરતાથી નોંધ લઇ પોલીસતંત્ર લુંટારૃઓને જેર કરવાને બદલે માત્ર કાગળ પર કાર્યવાહી કરી બાદમાં ધ્યાન નહીં આપતાં લુંટારૂઓને ખુલ્લુ મેદાન મળ્યુ હોય તેમ લાગી રહ્યુ છે.

સ્થાનીક લોકો તેમજ વેપારીવર્ગનું આ રસ્તેથી રાત્રે તો થીક પરંતુ દિવસે પણ નીકળવું મુશ્કેલ બની ગયુ છે. જીવને જોખમમાં મુકી લોકો ત્યાથી પસાર થતા રહે છે. 

Tags :