દાહોદના હમસફર આઈસ ગોટાના માલીકને પ૦૦૦નો દંડ
-મલાઈમાં મિલ્ક ફેટનું પ્રમાણ નક્કી કરાયા કરતા ઓછું હતુ
દાહોદ, તા.27,ઓક્ટોબર,2018,શનિવાર
દાહોદ સ્ટેશન રોડ પર રહેતા ફુડ બિઝનેશ ઓપરેટર અને માલિક ઈલીયાસભાઈ ચાંદભાઈ સબ્જીફરોશન સબ સ્ટાન્ડર્ડ ખાદ્ય પદાર્થ મલાઈ(લુઝ) જે માનવ શરીરને નુકશાન કરતા હોવાનું પુરવાર થતા એડજ્યુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટરે રૂપિયા પ૦૦૦નો દંડ ફટકાર્યાનું જાણવા મળ્યું છે.
મદદનીશ કમિશ્નરની કચેરી ખોરાક અને ઓૈષધ નિયમન તંત્રના તાબા હેઠળના ફુડ સેફ્ટી ઓફીસર દાહોદ નગર પાલિકાના પી આર નગરાલાવાલાએ ગત તા.૧પ/૬/ર૦૧૮ના રોજ મે.હમસફર આઈસગોટા સેન્ટર પરથી શંકાસ્પદ જણાતી મલાઈ(લુઝ) શંકાસ્પદ જણાતા તેનો નમૂનો લીધો હતો અને તે નમૂનો પૃથ્થકરણ કરાવવા ફુડ એનાલીસ્ટ ભુજને મોકલી આપ્યો હતો. અને તેઓનો પૃથ્થકરણ અહેવાલ તા.પ.૭.ર૦૧૮ના રોજ આવતા તે અહેવાલમાં મલાઈનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કર્યો હતો. આ મલાઈમાં મીલ્ક ફેટ મીનીમમ રપ ટકા મુજબ નથી તેમ છતા ફુડ સેફ્ટી ઓફીસરને સબસ્ટાન્ડર્ડ ખાદ્ય ચીજનું વેચાણ કરી સદર ધારાની કલમ ર૬૧(૧), ર૬(ર)નો ભંગ કરી સદર ધારાની કલર પ૧ હેઠળ દંડનીય શિક્ષાને પાત્ર ગુનો કરેલ હોઈ સદર કેસ એજ્યુકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટર દાહોદ સમક્ષ રજુ કરાતા ફરીયાદ પક્ષની દલીલ તેમજ રજુ કરેલા તમામ પુરાવાને ધ્યાને લઈ હમસફર આઈસ ગોટા સેન્ટરના માલિકને સદરહું ધારાની કલમ ર૬(૧) ર૬(ર)નો ભંગ કરવા સબબ તકસીરવાર ઠેરવી સદર ધારાની કલમ પ૧ હેઠળ રૂપિયા પ૦૦૦ હજારનો દંડ ફટકારી દંડની રકમ દિન-૩૦માં ભરી દેવાનો હુકમ કર્યો છે તેમ છતા ઉપરોક્ત મુદત સુધીમાં સદર દંડની રકમ ભરવામાં નહી આવે તો ૧ર ટકાના વાર્ષિક ધોરણે વ્યાજ સહિત વસુલ કરવામાં આવશે અને તેમ છતા ભરવામાં નિષ્ફળ જશે તો તેઓની મિલકત બોજા હેઠળ લેવામાં આવશે તેમ જણાવાયું છે.