મામાના ઘરે જવા નીકળેલી બાળા મુનખોસલા ગામમા ભુલી પડી
દાહોદ ચાઈલ્ડ લાઈન સંસ્થા એ મેળાપ કરાવ્યો
દાહોદ,તા.૦૬,ઓક્ટોબર,2018,શનિવાર
ઝાલોદ તાલુકાના દાડિયા ગામની એક ૬ વર્ષિય બાળકી પોતાના મામાને ત્યા રાજસ્થાનના જાલિમપુર જવા એકલી ચાલતી નીકળી જતાં જ્યા રસ્તામાં મુનખોસલા ગામે એક જાગૃત નાગરિકને બાળકી નજરે પડતા તેની પુછપરછ કરતાં બાળકી અજાણ લાંગતા નાગરિકે દાહોદ ચાઈલ્ડ લાઈનનો સંપર્ક કર્યા બાદ ચાઈલ્ડ લાઈન દાહોદ દ્વારા બાળકીને તેના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવ્યુ હતુ.
ઝાલોદ તાલુકાના દાડિયા વિસ્તારની ૬ વર્ષની બાળકીના માતા પિતા મોરબી મજુરી કરવા ગયા હતા તેઓ તેમની બાળકીને તેના દાદા દાદી સાથે મુકીને ગયા હતા પરંતુ બાળકીને તેના દાદા દાદી સાથે રહેવાનું ન ગમતા તે તેના મામાના ઘરે રાજસ્થાનના જાલિમપુર જવા નીકળી હતી પરંતુ ઝાલોદ થી ૫ કિલો મીટર સુધી ચાલતી મુનખોસલા પહોંચી ગઈ હતી. મુનખોસલા ગામના જાગૃત નાગરિ એકલી બાળકી હોવાનું જણાતાં તેને પુછપરછ કરતાં અજાણી બાળકી લાગતા તરત જ દાહોદ ૧૦૯૮ પર ફોન કર્યાે હતો. જેથી દાહોદ ચાઈલ્ડ લાઈન ટીમ તરત જ ઝાલોદ મુનખોસલા ગામમાં પહોંચીને બાળકીનુ કાઉન્સેલિંગ કરીને તેના સરનામાના આધારે શોધખોળ કરતા તેના મામાનું ઘર મળેલ તેમજ બાળકી અને દાદીનુ ઓળખ કરાવેલ અને પિતાનું સરનામું મેળવી તેને તેના ગામમાં ઘરે લઈ જઈ તેના દાદા દાદા દાદી તેમજ સરપંચ અને ગામ લોકોની રૂબરૂમાં પંચનામું કરી પુરાવા લઈને ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ દાહોદ ટીમ મેમ્બર દ્વારા બાળકીનુ પુનઃસ્થાપન કરેલ છે.
-------------------------------------------