Get The App

દાહોદ રાત્રી બજારમાં ચોકીદારને ગેટ ખોલવાની બાબતે ત્રણ શખ્સોએ માર માર્યો

-પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી

Updated: Jan 15th, 2020

GS TEAM

Google News
Google News
દાહોદ  રાત્રી બજારમાં ચોકીદારને ગેટ ખોલવાની બાબતે ત્રણ શખ્સોએ માર માર્યો 1 - image

દાહોદ તા.15 જાન્યુઆરી 2020 બુધવાર

 રાત્રી બજારમાં ચોકીદારને ગેટ ખોલવાની બાબતે ત્રણ વ્યક્તિઓએ  માર મારી જાનથી મારી નાખવાની  ધમકી આપી હતી.

 દાહોદ  શહેરના રાત્રી બજારમાં ચોકીદાર અને તળાવ ફળિયા  ભીલવાડાના રહેવાસી ગોવિંદ કાંતિભાઈ મોહનીયા ગતરોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાત્રી બજારમાં રજા હોવાથી રાત્રી બજારનો ગેટ બંધ કરી અંદર બેસેલા હતા.તે સમયે શહેરના વાસફોડિયા સોસાયટીના રહેવાસી મજુભાઈ ફિરોઝભાઈ શેખ તેમજ   અન્ય બે સાથીદાર ઇરશાદ રફીક શેખ તેમજ હુસૈન નામના વ્યક્તિઓએ રાત્રી બજારનો ગેટ ખોલવા ચોકીદારને ગોવિંદ કહેતા તેને   ઉતરાયણની રજા હોવાથી રાત્રી બજાર બંધ છે.

તેમ કહેતાં એકદમ ઉશ્કેરાયેલા મજુ ફિરોજ શેખે  ગોવિંદભાઈના માથામાં હોકીના ફટકા મારી લોહીલુહાણ કરી તેમજ ઇરશાદભાઈ તેમજ હુસેને ગોવિંદભાઇને  માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા

 આ બનાવ સંદર્ભે તળાવ ફળિયા ભીલના રહેવાસી ગોવિંદભાઈ કાંતિભાઈ મોહનીયા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દાહોદ શહેર પોલીસે  ત્રણેય  વિરૂધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

Tags :