દાહોદના વાંકાનેર ગામની સીમમાં યુવકની લાશ મળી આવી
દાહોદ તા.4 માર્ચ 2019 સાેમવાર
ફતેપુરા તાલુકાના મારગાળા ગામના કોઇડુબણ ફળીયામાં રહેતા ૪૧ વર્ષીય યુવકની લાશ ફતેપુરા તાલુકાના વાંકાનેર ગામની સીમમાં રોડની બાજુમાં ઝાંખરામાંથી ગતરોજ સવારે મળી આવી છે. યુવકના મોત અંગે આકસ્મીક મોત કે હત્યા બાબતે અનેક તર્કવિતર્કો વહેતા થવા પામ્યા છે.
ફતેપુરા તાલુકાના મારગાળા ગામના કોઇડુબણ ફળીયામાં રહેતા ૪૧ વર્ષીય રમેશભાઇ પારસીંગભાઇ ભાભોર ગત તા.૧-૩-૨૦૧૯ના રોજ રાત્રે ઘરેથી પત્ની પુષ્પાબેનને મળીને નીકળ્યો હતો.
જે સવાર સુધી પરત ઘરે ન આવતા ઘરવાળાઓએ શોધખોળ આદરતા રમેશભાઇ પારસીંગભાઇ ભાભોરની લાશ વાંકાનેર ગામની સીમમાં રોડની બાજુમાં ઝાડીઝાંખરામાંથી મળી આવતા ઘરના સૌ ચોંકી ઉઠયા હતા.
આ સંબંધે મરણ જનાર રમેશભાઇ પારસીંગભાઇ ભાભોરની વિધવા પત્ની પુષ્પાબેન રમેશભાઇ ભાભોરે સુખસર પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પંચો રૂબરૂ લાશનું પંચનામુ કરી પીએમ માટે લાશને સુખસર સરકારી દવાખાને મોકલી આપી આ સંદર્ભે પ્રાથમીક તબક્કે પોલીસે અકસ્માત મોતના ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.