ઝાલોદમાં લગ્નમાં ગયેલી બે મહિલાઓના પર્સ સહિત ૧.૩૭ લાખની મત્તાની ચોરી
દાહોદ તા.15 ફેબ્રુઆરી 2019 શુક્રવાર
ઝાલોદ શહેરમાં પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે લગ્ન પ્રસંગ દરમ્યાન યુવતીનું અને મહિલા મળી બેના પર્સની ચોરી થઈ હતી. આ બે પર્સમાં ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી કુલ રૂ.૧,૩૭,૦૦૦ ની મત્તા હોવાનુ જાણવા મળે છે.
ઝાલોદ શહેરમાં મીઠા ચોક ખાતે રહેતા ઈન્દુબેન રાકેશકુમાર દેસાઈના ગત તા.૧૦મીના રોજ ઝાલોદ નગરમાં જ આવેલ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે લગ્ન હતા. આ લગ્ન પ્રસંગ દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમે ઈન્દુબેનનુ પર્સ, કાળા કલરની થેલી અને તેમની સાથે રીતાબેનનુ પર્સ પણ ચોરી લઈ જતા હતા.
આ બંન્ને પર્સ અને થેલીમાં ચાંદીના સિક્કા નંગ.૨૦,ચાંદીના ગ્લાસ નંગ.૪, ઝાંઝરી નંગ.૩ જેની કુલ કિંમત રૂ.૨૨,૦૦૦, એક મોબાઈલ ફોન કિંમત રૂ.૫,૦૦૦ તથા રોકડા રૂ ૧,૧૦,૦૦૦ એમ કુલ મળી રૂ.૧,૩૭,૦૦૦ ની મત્તાની ચોરી કરી લઈ જતા ઈન્દુબેન રાકેશકુમાર દેસાઈએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.