દાહોદ રેલવે દ્વારા નડતરરૂપ વૃક્ષછેદન દરમિયાન વૃક્ષ પડતાં એકનું મોત
દાહોદ તા.21 નવેમ્બર ,2018 ,બુધવાર
દાહાેદ પશ્ચિમ રેલવે કાેલાેનીમાં ગંદા કૂવા રાેડ સામે અાેજરાેજ રેલવેના કેટલાક કર્મચારીઅાે પાેતાની સાથે મજૂરાે લઇ રસ્તાની બાજુમાં અાવેલા વૃક્ષ કાપવાની કામગીરી કરી રહ્યા હતા.
તે સમયે અેક નીલગીરીનું મહાકાય વૃક્ષ અેક રેલવે કર્મચારી પર પડતાં કર્મચારીના માથાના ભાગે ઇજાના પગલે ઘટના સ્થળે તેમનું માેત નિપજ્યુહતુ.રેલવે અધિકારી સહિત પાેલીસ ઘટના સ્થળે દાેડી અાવ્યા હતા.મૃતક કર્મચારીને રેલવે મેઇન હાેસ્પિટલમાં પીઅેમ અર્થે લઇ જવામાં અાવ્યા હતા.
આજરોજ સવારના સમયે દાહોદ પશ્ચિમ રેલવેના કર્મચારીઓ પોતાની સાથે મજુરોને સાથ રાખી પશ્ચિમ રેલવે વિસ્તારની કોલોની,દાહોદ ખાતે વીજ લાઈનને અડચણ રૂપ થતાં ગંદા કુવા વિસ્તારમાં રસ્તાની બાજુમાં આવેલા નીલગીરીના વૃક્ષ કાપવાની કામગીરી કરતા હતા .
આ કામગીરી દરમ્યાન રસ્તામાં આવતા જતાં રાહદારીઓને રોઈ નુકસાન ન પહોંચે તે માટે કર્મચારીઓ ત્યા ઉભા રહી ત્યાથી પસાર થતાં લોકોને ખસેડી રહ્યા હતા .
તે જ વેળાએ એક નીલગીરીનું મહાકાય વૃક્ષ દાહોદમાં રેલવે વર્કશોપમાં સિનિયર સેક્શન(ફોરમેન) તરીકે ફરજ બજાવતા અને પરેલ વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર ખાન વંશી ઉપર પડતાં જ ધર્મેન્દ્ર ખાન વંશીને માથાના ભાગે ગંભીર ઈજા થતા સ્થળ પર જ લોહીનું ખાબોચીયુ ભરાઈ ગયુ હતુ .ધર્મેન્દ્રભાઈ સ્થળ પર જ ઢળી પડયા હતા. તેમનું મોત નીપજ્યું હતુ.
ઘટનાની જાણ આજુબાજુમાં થતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડયા હતા. ઉપરોક્ત ઘટનાની જાણ રેલવે અધિકારીઓ તેમજ પોલીસને પણ કરાતા તમામ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. પરિવારજનો પણ દોડી આવતા સ્થળ પર પરિવારમાં કરૃણાંતિકા છવાઈ ગઈ હતી. પોલીસે મૃતક ધર્મેન્દ્રના મૃતદેહને રેલવે મેઈન હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આપી આગળની વધુ તપાસ હાથ ધર્યાનુ જાણવા મળે છે.