ખરેડી જીઆઈડીસીની પૌવા ફેક્ટરીમા ત્રાટકી લુંટ ચલાવનાર ચાર પૈકી એક આરોપી ઝડપાયો
-ચોકીદારને માર મારી સવાચાર લાખની મતા લુંટી હતી
દાહોદ તા.૧૯,2018 ડિસેમ્બર ગુરૂવાર
દાહોદ તાલુકાના ખરેડી ગામે આવેલ મેગા જી.આઈ.ડી.સી.માં આવેલ એક ક્રાઉન પ્રોટીનની ફેક્ટરીમાં બે દિવસ પહેલા ચાર જેટલા લુંટારૂઓ દ્વારા ફેક્ટરીના ચોકીદારને માર મારી ઓફિસમાંથી રૂ.૪,૨૧,૦૦૦ની રોકડની લુંટ કરી નાસી ગયાના બનાવ બાદ પોલીસે આ બાબતે ગંભીર નોંધ લઈ આરોપીઓને પકડી પાડવા તપાસ કરતા આ ગુન્હામાં સામેલ એક આરોપીને રૂપીયા ૩૧,૦૦૦ની રોકડ સાથે ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલ્યાનું જાણવા મળે છે.
દાહોદ શહેરના ઠક્કર ફળિયામાં સૈફ સોસાયટીમાં રહેતા મુર્તુઝાભાઈ મોઈઝભાઈ રાવતની દાહોદ તાલુકાના ખરેડી ગામે મેગા જી.આઈ.ડી.સી.માં આવેલ ક્રાઉન પ્રોટીન મકાઈ પૌવાની ફેક્ટરીમાં બે દિવસ પહેલા અજાણ્યા લુંટારૂઓએ ફેક્ટરીના ચોકીદાર બચુભાઈને માર મારી બાનમાં લઈ ફેક્ટરીની ઓફિસનું તાળુ તોડી અંદરથી રૂ.૪,૨૧,૦૦૦ ની રોકડની સનસનાટી ભરી લુંટ ચલાવી નાસી ગયા હતા. આ બનાવની ગંભીરતાથી દાહોદ તાલુકા પોલીસે નોંધ લઈ આરોપીઓને ત્વરીત ઝડપી પાડવા અને ગુન્હાનો ભેદ ઉકેલવા તપાસ કરી કાર્યવાહી હાથ ધરતા મળેલ બાતમીના આધારે આ ગુન્હામાં સામેલ આરોપી કાંતિભાઈ વાલસંગભાઈ કલારા(રહે.ખરેડી,તા.જિ.દાહોદ)નાને તેના આશ્રય સ્થાનેથી ઝડપી પાડી તેની પાસેથી રૂ.૩૧,૦૦૦ ની રોકડ સાથે ઝડપી પાડી જેલ ભેગો કર્યાે હતો અને પોલીસે ગણતરીના કલાકોમાં આ ચોરીના ભેદ ઉકેલી કાઢ્યો હતોદદ ના મળતા પશુપાલોકોમાં પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે.