ઇન્ડિયન એરફોર્સની કામગીરીથી દાહોદની પ્રજામાં ખુશીનો માહોલ
-આતંકવાદી અડ્ડાઓનો ખાતમો કરતા ફટાકડા ફોડી,મીઠાઇ વહેંચી જવાનોને અભિનંદન પાઠવ્યા
દાહોદ તા.27 ફેબ્રુઆરી 2019 બુધવાર
ઈન્ડિય એરફોર્સ દ્વારા આજરોજ વહેલી સવારના સમયે પાકિસ્તાનની સરહદી વિસ્તારમાં બોમ્બબારી ચલાવી આતંકી અડ્ડાઓનો ખાત્મો કર્યાના સમાચાર મળતા જ દાહોદ શહેર સહિત જિલ્લામાં લોકોમાં ખુશીનો માહોલ જાવા મળ્યો હતો. લોકોએ ઠેર-ઠેર ફટાકડા ફોડી, આતશબાજી કરી તેમજ એકબીજાનુ મોં મીઠુ કરાવી ઈન્ડિયન આર્મી, એરફોર્સ તેમજ જવાનોને અભિનંદન પાઠવી તેમની કામગીરીને વધાવી હતી.
પુલવામાં આતંકી હુમલાના પગલે આપણા ૪૪ જેટલા ભારતીય જવાનો શહીદ થયા હતા. આ બાદ સમગ્ર દેશમાં જનઆક્રોશ ફેલાવા પામ્યો હતો. આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરી તેમનો ખાત્મો કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે જન આક્રોશ વ્યાપક બન્યો હતો . સરકારને પગલાં લેવા રજુઆતો કરવામાં આવી હતી હતી . વહેલી સવારના સમયે ઈન્ડિયન એરફોર્સની રણનીતી મુજબ પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં વહેલી સવારના એરફોર્મ મારફતે બોમ્બબારી કરી આતંકી અડ્ડાઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો .
મળતી માહિતી પ્રમાણે ૨૦૦ થી ૩૦૦ આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. આ સાથે જ આ સામાચાર સવારથી ન્યુઝ ચેનલો તેમજ સોસીયલ મીડીયામાં જાવાતા આક્રોશી જનતામાં આનંદનુ મોજુ ફેલાઈ જવા પામ્યુ હતુ. લોકોએ ભારતીય આર્મીની કામગીરીને વાવી લઈ ફટાકડા, આતશબાજી કરી ઉજવણી કરી હતી.
બીજી તરફ આતંકીઓ તેમજ પાકિસ્તાન સામે હજુ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ખાત્મો બોલાવવામાં આવે તેવી ઈચ્છાઓ પણ વ્યક્તિ કરી હતી. દાહોદ શહેરના નગર પાલિકા, ઝાલોદ તાલુકાના લીમડી નગર વગેરે શહેર,ગામોમાં લોકોએ ફટાકડા ફોડી ભારત માતા કી જય,વંદે માતરમ્, ના નારા સાથે ફટાકડા,આતશબાજી કરી ઉજવણી કરી હતી.