Get The App

દાહોદ જિલ્લામાં 24 કલાકમાં 858 મીમી વરસાદ નોંધાયો

-દુધિમતી અને પાનમ નદી બંને કાંઠે વહીઃ છલકાતી નદીઓને જોવા બ્રિજ ખાતે લોક ટોળા ઉમટયા

Updated: Aug 9th, 2019

GS TEAM

Google News
Google News
દાહોદ જિલ્લામાં  24 કલાકમાં 858 મીમી વરસાદ નોંધાયો 1 - image

દાહોદ તા.9 ઓગષ્ટ 2019 શુક્રવાર

દાહોદ જિલ્લામાં મેઘરાજા સતત ત્રણ દિવસથી મહેરબાન રહ્યા છે. વરસતા વરસાદની વચ્ચે દાહોદ શહેર સહિત જિલ્લાની નદીઓ બંન્ને કાંઠે વહેતી નજરે પડી હતી. દાહોદની દુધિમતી નદી અને દેવગઢ બારીઆની પાનમ નદીના બંન્ને કાઢે વરસાદી પાણીનો ોત જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લાના તળાવોમાં વરસાદી પાણી ભરાયા હતા. 

દાહોદ શહેરમાં નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાતી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.દાહોદ શહેરના રસ્તાઓ,સોસાયટીઓ  વગેરે જેવા સ્થળોએ પણ વરસાદી પાણીનો ોત જાવા મળ્યો હતો. દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકમાં ૮૫૮ મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે દાહોદ શહેરમાં ૧૧૧ મીમી વરસાદ નોંધાયો હતો. આમ દાહોદ જિલ્લાના બીજા તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જાવા મળ્યો હતો.

 દાહોદ  જિલ્લામાં ત્રણ દિવસથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી  સર્વત્ર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. દાહોદ જિલ્લાના ડેમોની સપાટી પણ ઉપર આવતા ઓવર ફ્લોની સ્થીતીમાં છે. પાટાડુંગરી ડેમ ઓવરફ્લોર થવાની તૈયારીમાં છે  મુવાલીયા ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે.કબુતરી અને સીંગવડ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. 

 દાહોદ શહેરની દુધિમતી નદી તેમજ દેવગઢ બારીઆની પાનમ નદી બંન્ને કાઠે વહેતી થઈ છે. આ નદીઓને જોવા માટે સહેલાઈઓની બ્રિજ ખાતે લોક ટોળા ઉમટી પડયા હતા. દાહોદ શહેરની વાત કરીએ તો, દાહોદ શહેરમાં ગોધરા રોડ સ્થિત વ્હોરા સમાજના કબ્રસ્તાનમાં વૃક્ષ  તેમજ વીજ પોળ ધરાશાઈ થઈ ગયા છે. ઉકરડી રોડ નુરબંગલા પાસેની સોસાયટીમાં આળેલ મકાનોમાં વરસાદી પાણી ભરાય ગયા હતા. ખડ્ડા કોલોની પરેલમાં પણ મકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

લીમખેડાના વિશ્રામગૃહ ખાતે પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ફતેપુરા તાલુકાના ડુંગર ગામ અને ઝેર ગામે વચ્ચે નીકળતી વલઈ નદીમાં પાણી વધારે આવતા તંત્ર દ્વારા સમય સુચકતા વાપરી આ સ્થળેથી લોકોની અવર જવર બંધ કરાવી બેરીકેટ મુકી દેવામાં આવ્યા છે. 

સતત ત્રણ દિવસથી દાહોદ જિલ્લામાં મુશળધાર વરસાદના પગલે પાટાડુંગરી ડેમ ઓવર ફ્લો થઈ ગયો છે. જેથી પાટાડુંગરી ડેમનંુ પાણી છોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.આજુબાજુના નીચાણવાળા વિસ્તારની જનતાને સલામતી જગ્યાએ ખસી જવા ગરબાડા તાલુકા વહીવટી તંત્ર તરફથી સુચના આપી દેવામાં આવી છે.

દાહોદ જિલ્લાના તાલુકાઓમાં વિતેલા ચોવીસ કલાકમાં વરસેલ વરસાદની વાત કરીએ તો, ગરબાડામાં ૭૮ મીમી, ઝાલોદમાં ૬૦ મીમી, દેવગઢ બારીઆમાં ૧૦૪ મીમી, દાહોદમાં ૧૧૧ મીમી, ાનપુરમાં ૧૨૦ મીમી, ફતેપુરામાં ૮૯ મીમી, લીમખેડામાં ૧૦૩ મીમી, સંજેલીમાં ૧૧૦ મીમી અને સીંગવડામાં ૮૩ મીમી વરસાદ નોંધાયો છે તેવી જ રીતે દાહોદ જિલ્લાના ડેમોની વાત કરીએ તો, પાટાડુંગરી ડેમની પાણીની સપાટી ૧૬૯.૭૪ મીટર, માછણનાળા ડેમની ૨૭૭.૪૦ મીટર, કાળી - ૨ ૨૫૫.૨૦ મીટર, ઉમરીયા ડેમ ૨૮૦.૩૦, અદલવાડા ડેમ ૨૩૩.૮૦, વાકલેશ્વર ડેમ ૨૧૮.૨૩, કબુતરી ડેમ ૧૮૬.૩૦ મીટર અને હડફ ડેમ ૧૬૫.૨૦ મીટરની પાણીની સપાટીએ છે.

Tags :