Get The App

માર્ગ અકસ્માતમાં મોતના કેસમાં આર્મીમેનની વિધવાને 45 લાખ ચુકવવા વિમા કંપનીને કોર્ટનો આદેશ

-દાહોદ ડિસ્ટ્રીકટ કોર્ટનો હુકમ

Updated: Sep 14th, 2019

GS TEAM

Google News
Google News
માર્ગ અકસ્માતમાં મોતના કેસમાં આર્મીમેનની  વિધવાને 45 લાખ ચુકવવા વિમા કંપનીને  કોર્ટનો આદેશ 1 - image

દાહોદ તા.14 સપ્ટેમ્બર 2019 શનિવાર

 ૨૦૧૫ થી દાહોદ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી રહેલા એક માર્ગ અકસ્માતના કેસમાં જેમાં માર્ગ અકસ્માતમાં ભારતીય આર્મીમાં ફરજ બજાવતા દાહોદના એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતુ .આ સંબંધે મૃતકની પત્નિએ વીમા કંપની સામે કેસ કર્યો હતો. ૨૦૧૫ના લાંબા સમયગાળા દરમ્યાન ગત રોજ આ કેસ દાહોદ લોક અદાલતમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતાં વીમા કંપની અને વિધવાના વકીલ મારફતે સમાધાનનું રૂપ અપનાવતા વીમા કંપનીએ મૃતકની વિધવા પત્નીને રૂ.45 લાખની માતબર રકમ ચુકવવાનો નિર્ણય કર્યો હતો.

દાહોદ જિલ્લામાં રહેતા અને જમ્મુ કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતા એક વ્યક્તિ સાલ ૨૦૧૫માં દાહોદ જિલ્લામાં બાઇક અને ટ્રેક્ટર વચ્ચેના માર્ગ અકસ્માતમાં આ વ્યક્તિનું મોત નીપજ્યુ હતુ. 

આ સંબંધેે મૃતકની પત્નિ દ્વારા સને 2015માં મોટર માર્ગ અકસ્માતનો દાહોદ ખાતે કેસ દાખલ કર્યો હતો. આ કેસ ગતરોજ દાહોદની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં લોક અદાલતમાં ચાલી જતાં શ્રી રામ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના વકીલ અને વિધવા મહિલાના વકીલે સમાાનનુ રૃપ અપવાનતા વીમા કંપનીએ વિધવા મહિલાને રૃ.૪૫ લાખની માતબર રકમ આપવાનો નિર્ણય કર્યો હતો અને આ બાબતે દાહોદ ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજ ડી.ટી.સોની દ્વારા આ માતબર રકમનો ચેક વિધવા મહિલાને તાત્કાલિક મળી જાય તેવો હુકમ પણ કર્યો હતો.  

Tags :