Get The App

રાજસ્થાનથી ગુજરાતમાં ફતેપુરા આવવા રસ્તાઓ પૈકી ત્રણ ઉપર ચેકપોસ્ટ

-રાજસ્થાનથી ફતેપુરાની પાટવેલ, ઘુઘસ અને બારા સરહદ સીલ કરી દેવાઈ

Updated: Apr 15th, 2020

GS TEAM

Google News
Google News
રાજસ્થાનથી ગુજરાતમાં ફતેપુરા આવવા રસ્તાઓ પૈકી ત્રણ ઉપર ચેકપોસ્ટ 1 - image

દાહોદ તા.15 એપ્રિલ 2020 બુધવાર

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં રાજસ્થાન સરહદ સીલ કરી દેવામાં આવી છે જેમાં પાટવેલ, ઘુઘસ અને બારાનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય નવ જેટલા રસ્તાઓ છે જેમાં રાજસ્થાનમાંથી સીધો ફતેપુરામાં પ્રવેશ કરી શકાય છે તેમજ ત્રણ ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગ પાસે ટેમ્પરેચર માપવાનું સાધન ન હોવાથી  ખળભળાટ મચી જવા પામ્યો છે.

દાહોદ જિલ્લામાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે તેમજ રાજસ્થાન સરહદ પર આવેલા કુશલગઢ વિસ્તારમાં પણ અનેક કેસો કોરોના નોંધાઈ રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજસ્થાન સરહદો સીલ કરી દીધી છે જેમાં ફતેપુરાના પાટવેલ, ઘુઘસ અને બારા પર ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે.

ફતેપુરા તાલુકામાં રાજસ્થાન રાજ્યમાંથી આવવા માટે આ ત્રણ રસ્તાઓ પૈકી અન્ય કુલ નવ રસ્તાઓ છે તમામ રસ્તાઓ ડામર અને પાકા રસ્તા છે જેથી ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો સહેલાઈથી અવર-જવર કરી શકે છે ત્રણ ચેકપોસ્ટ સિવાય બાકીના કોઈ રસ્તા ઉપર ચેક પોસ્ટ ન હોવાથી મોટાભાગના લોકો બિન્દાસ અવર - જવર કરી રહ્યા છે. 

રાજસ્થાન રાજ્યમાંથી થતી અવરજવર પર અંકુશ રાખવામાં નહીં આવે તો આવનારા સમયમાં  સ્થિતિ વણસી શકે તેમ છે. આ ત્રણ ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગની ટીમ ઊભી કરવામાં આવી છે પરંતુ તેઓની પાસે ટેમ્પરેચર માપવાનું કોઈ સાધનો જ નથી.

પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય અને સરહદના મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત નાકાબંધી કરી સીલ કરી દેવામાં આવ્યા છે. આવશ્યક ચીજવસ્તુઓને તેમજ મેડીકલ ઈમરજન્સીને  જ  બોર્ડર ક્રોસ કરવાની છુટ છે. જેનું જ બારીકાઈથી તપાસ તેમજ સ્ક્રીનીંગ પસાર થવા દેતા હોય છે. આ સિવાયના ગુજરાત રાજસ્થાનને જાડતા અંતરીયાળ નવથી પણ વધારે રસ્તાઓ છે તે પણ પોલીસ રડારમાં છે.

અંતરિયાળ રસ્તાઓ ગ્રામજનો દ્વારા  આડાસ મુકી રસ્તાઓ બંધ કરી દીધા છે. વહીવટી તંત્ર દ્વારા પણ કેટલાક રાજસ્થાનના રસ્તાઓ ખોદી નાંખી આવન જાવન બંધ કરી દીધેલ છે.  છતાંય કદાચ એકલ દોકલ રસ્તાઓ પરથી આવતુ હશે તે બાબતે અત્રેની કચેરીને તાકીદે સુચનો કરી દેવામાં આવેલ છે. રાજસ્થાન, બાંસવાડા તેમજ જિલ્લા પ્રશાસન એકબીજાના સંકલનમાં કામ કરી રહ્યા છે. કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ પસાર થશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ફતેપુરા બોર્ડરને જોડતા રસ્તાઓ પર આરોગ્યની ટીમ તૈનાત છે. આરોગ્ય વિભાગ પાસે ટેમ્પરેચર ગન ઓછી છે. અને અત્યારે ઉનાળાની તુમાં ટેમ્પરેચર ગનથી ખુલ્લામાં તપાસ કરતાં વેરિયેશન આવે છે. પરંતુ અમારી મેડિકલ ટીમ દ્વારા પસાર થતાં લોકો પાસે તેમની હિસ્ટ્રી પૂછવામાં આવે છે. સામાન્ય કફ, શરદી, તાવ, કે શ્વાસની તકલીફ વગેરેની જાણ થતાં  નજીકના પીએચસી સેન્ટર પર મોકલી અપાય છે તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

-દાહોદ જિલ્લાના અંતરિયાળ રસ્તાઓ

રાજસ્થાનના આનંદપુરીથી ઝેર ગધરા નવાગામ થઈને ફતેપુર આવી શકાય છે તેમજ રાજસ્થાનના ગાંગડતલાઈથી બારસાલેડા વાંદરીયા જગોલા જલાઈ થી પણ ફતેપુરા આવી શકાય છે અને દૈનિક અવર જવર પણ થતી હોવાનું આસપાસના લોકોએ જણાવ્યું હતું. 

જો કે રાજસ્થાન - ગુજરાતને જાડતા અંતરીયાળ રસ્તાઓ પર પોલીસ તંત્ર તથા ગ્રામજનો પણ આ બાબતે જાગૃતતા દાખવી અંતરિયાળ રસ્તાઓ પર આડાશો મુકી રસ્તાઓ બંધ કરી દીધા છે. 

Tags :