રળીયાતી ગામે ટ્રકની અડફેટે બાઈક દાહોદના યુવકનું મોત
દાહોદ, તા.7 ઓક્ટાેબર 2019 સાેમવાર
દાહોદ તાલુકાના રળીયાતી ગામે અર્બન બેંક હોસ્પીટલની સામે રોડ પર સામેાૃથી આવતી બાઇકને ટ્રકે અડફેટમાં લઈ ટક્કર મારતા સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમા બાઇક પરાૃથી ફંગોળાઈ રોડ પર પટકાયેલા દાહોદ દર્ષણ રોડ, મારવાડી ચાલમાં રહેતા ભીમસીંગભાઈ સિસોદીયાની ઉપર ટ્રકનું તોતીંગ વ્હીલ ફરી વળતા ભીમસીંગભાઈને ગંભીર ઈજા થતા સૃથળ પર જ તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ.
આ અંગે દાહોદના મૃતક ભીમસીંગભાઈ સિસોદીયાના પુત્ર યોગેશભાઈ ભીમસીંગભાઈ સિસોદીયાએ નોંધાવેલી ફરીયાદના આધારે દાહોદ તાલુકા પોલીસે ટ્રક ડ્રાયવર વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.