Get The App

ફાંગીયા ગામે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર બે યુવાનોના મોત

-અકસ્માત સર્જી વાહન ચાલક ફરારઃપોલીસ મથકે ગુનો દાખલ

Updated: Mar 2nd, 2020

GS TEAM

Google News
Google News
ફાંગીયા ગામે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર બે યુવાનોના મોત 1 - image

દાહોદ તા.2 માર્ચ 2020 સાેમવાર 

 દેવગઢ બારીઆ તાલુકાના ફાંગીયા ગામેથી બે આશાસ્પદ યુવકની બાઇકને એક અજાણ્યા વાહનના ચાલકે અડફેટમાં લીધા હતા.આ બે યુવકોને શરીરે  જીવલેણ ઈજા થતાં તેનુ ઘટના સ્થળે મોત નીપજાવી અજાણ્યો વાહનનો ચાલક નાસી ગયો હતો.  

 દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીઆ ગામે ટાવર ફળિયામાં રહેતા અક્ષયકુમાર વરીયા (ઉ.વ.20) તથા તેનો મિત્ર રતનભાઈ  બારીઆ (ઉ.વ.21) એમ બંન્ને મિત્રો ગતરોજ પોતાની એક બાઇક પર સવાર થઈ ફાંગીયા ગામેથી પસાર થઈ રહ્યા હતા .તે સમયે એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે  હંકારી લાવી આ યુવકોની  બાઇકને અડફેટમાં લેતા બંન્ને મિત્રા  ફંગોળાઈ જમીન પર પટકાયા હતા .જેને પગલે  બંન્ને યુવકોને શરીરે   જીવલેણ ઈજા થતાં બંન્નેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

 આ ઘટનાની જાણ પરિવારજનોને મોડે સુધી થતાં બંન્ને યુવકોના પરિવારજનો સહિત સ્વજનો ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યા પરિવારમાં યુવકોના મોતને પગલે આક્રંદનો માહોલ સર્જાવા પામ્યો હતો.દેવગઢ બારીઆ પોલીસે  ગુનો નોંધી માર્ગ અકસ્મતા સર્જી ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. 

Tags :