દાહોદ,તા.26 , નવેમ્બર, 2018 , સાેમવાર
દાહોદના દેવગઢબારીયા તાલુકાના ભૂત પગલા ગામે બાપદાદાની જમીનની વારસાઈમાં ગામ દાખલ કરાવવાના મુદ્દે ધમકારા ફળિયામાં થયેલ મારામારીમાં ધારીયુ તથા લાકડીઓ ઉછળતા એક મહિલા સહિત ચાર વ્યક્તિને ઈજા થયાનું જાણવા મળેલ છે.
ભૂતપગલાં ગામના નરવતભાઈ મહાસુખભાઈ નાયક, ખુમાનભાઈ નાયક, જુવાનસિંગ નાયક તથા રણજીતભાઈ નાયક એમ ચારે વ્યક્તિ તેમના ગામના દીપસીંગભાઈ નાયકના ઘર આગળ આવીને બેફામ બિભત્સ ગાળો બોલી તમો આપણા બાપદાદાની સહીયારી જમીનમાં આપણા કુટુંબી કાકા પ્રતાપભાઈ નાયકની પાસેથી પૈસા ખાી તેનું નામ કેમ દાખલ કરાવવા માંગો છો.
તેમ કહેતા દીપસીંગભાઈ તથા તેના પિતા ભીખાભાઈ નાયકને કહેલ કે અમોએ કોઈની પાસેથી પૈસા લીધેલ નથી. પરંતુ તે આપણા કુટુંબી કાકા થાય છે.
બાપાદાદાનો હિસ્સો મળેલ છે. તેનું જમીનમાં નામ દાખલ થયેલ નથી. જેથી અમોને નામ દાખલ કરવાનું કહેલ છે. તેવી વાત કરતાં ઉપરોક્ત ચારે વ્યક્તિએ એકદમ ઉશ્કેરાયા હતા.
નરવત નાયકે તેમના હાથમાંની ધારીયાની પૂંઠ ભીખાભાઈ નાયકને મારતા કપાળમાં જમણી બાજુ વાગતા લોહી લુહાણ થતાં બુમાબુમ કરી મુકતાં તેઓના ઘરના માણસો, તેમનો ભત્રીજો સુરેશ તથા ભુરીબેન છોડાવવા વચ્ચે પડતાં ત્રણેને લાકડીઓનો મારમારી તથા ગડદાપાટુનો માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી


