બાંદ્રાથી દાહોદ આવેલા વ્યક્તિ બાદ તેમનો ડ્રાઈવર કોરોના પોઝિટિવ
દાહોદ તા.9 મે 2020 શનિવાર
દાહોદ જિલ્લામાં માં આજરોજ વધુ એક કેસ સામે આવતા કોરોના પોઝિટિવના કુલ કેસની સંખ્યા 18 થવા પામી છે. જેમાં દાહોદ 11, ગરબાડા 2 અને ઝાલોદના 1 કેસનો સમાવેશ થાય છે. 4 દર્દીને રજા અપતાં હાલ નવા કેસ સાથે કુલ 14 સક્રિય કેસ સારવાર હેઠળ છે.107 રિપોર્ટમાંથી 106 ના નેગેટિવ આવ્યા હતા
ખળભળાટ મચી જવા પામ્યો છે. ગઈકાલે દાહોદમાંથી લીધેલા 107 જેટલાં સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા જે પૈકી 106 નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો તેમજ 1 પોઝીટીવ કેસ દાહોદમાં નોંધાતા શહેર સહીત લોકોમાં ચિંતાનો વિષય બનવા પામ્યો છે.
કોરોના મુક્તિ તરફ પ્રયાણ કરી રહેલા દાહોદ શહેરમાં વધુ એક પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લાવાસીઓ સહીત વહીવટીતંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
જિલ્લા સમાહર્તાએ કોરોના સંક્રમણને નાથવા માટે દાહોદ શહેરના જુના વણકરવાસને કંટેઇન્મેન્ટ એરીયા તેમજ કસ્બા વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરાયો છે. ત્યારબાદ બહારગામથી આવતા દરેક લોકો પર આરોગ્યવિભાગ દ્વારા સાવચેતીના ભાગરૃપે કોરોનટાઇન કરી તેમના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.
બાંદ્રાથી દાહોદ આવેલા અફ્યુદ્દીન કાજીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરેન્ટાઇન કરી તેમના સેમ્પલો તપાસ માટે લેવામાં આવી રહ્યા છે.
ઉપરાંત બાંદ્રાથી દાહોદ આવેલા અફ્યુદ્દીન કાજીનો વાહન ચાલક સજાઉદ્દીન નેનુદ્દીન કાજી સહીત કુલ 107 લોકોના સેમ્પલો ચકાસણી કરવા માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ કુલ 107 સેમ્પલ પૈકી 106 સેમ્પલો નેગેટિવ આવવા પામ્યા છે ત્યારે અને ઓફેદ્દીનના 32 વર્ષીય ડ્રાઇવર સજાઉદ્દીન નેનુદ્દીન કાજીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર ચોંકી ઉઠયુ છે.
દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કુલ 18કોરોના પોઝિટિવના કેસો નોંધાવા પામ્યા છે. જે પૈકી ચાર દર્દીઓ સાજા થતાં તેઓને રજા આપી દેવાઈ છે. હાલ દાહોદમાં કોરોના પોઝીટીવના કુલ 14 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
-દાહોદમાં કોરોના પોઝિટિવ કેસની યાદી
દાહોદના 11
ઝાલોદ 01
ગરબડા 02
સાજા થયા 04
મોત 00
કુલ કેસ 18